તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી
ફાઇલ તસવીર
મલાઇકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેમણે બ્રેકઅપ વિશે હજી સુધી કોઈ ચોખવટ નથી કરી. જોકે બન્ને સોશ્યલ મીડિયામાં કટાક્ષથી ભરેલી નોટ શૅર કરે છે. બન્ને ૬ વર્ષથી રિલેશનમાં હતાં. ઇન્સ્ટાસ્ટોરી પર અર્જુન કપૂરે લખ્યું છે કે ‘તમે જ્યારે તમારી આસપાસ જે થાય છે એને કન્ટ્રોલ ન કરી શકો તો તમારી અંદર જે ચાલી રહ્યું હોય એના પર નિયંત્રણ લાવો.’
તો બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર મલાઇકાએ લખ્યું છે કે ‘તમારી લાઇફમાં એ લોકો જ રહેવાને યોગ્ય હોય છે જે તમારી સાથે પ્રેમ, ઉદારતા અને સન્માનભર્યું વર્તન કરે.’

