બુધવારે ૧.૨૧ કરોડ અને ગુરુવારે ૧.૩૦ કરોડની સાથે કુલ ૧૩.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
‘મડગાંવ એક્સપ્રેસ’
‘મડગાંવ એક્સપ્રેસ’ બૉક્સ-ઑફિસ પર સાધારણ રહી છે. કુણાલ ખેમુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ શર્મા અને અવિનાશ તિવારી સાથે નોરા ફતેહી પણ છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧.૬૩ કરોડ, શનિવારે ૨.૭૨ કરોડ, રવિવારે ૨.૮૧ કરોડ, સોમવારે ૨.૭૨ કરોડ, મંગળવારે ૧.૪૬ કરોડ, બુધવારે ૧.૨૧ કરોડ અને ગુરુવારે ૧.૩૦ કરોડની સાથે કુલ ૧૩.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સાથે રિલીઝ થયેલી રણદીપ હૂડાની ‘સ્વાતંય વીર સાવરકર’ પણ બૉક્સ-ઑફિસ પર કમાલ નથી કરી શકી.