આ ફિલ્મને તેણે તેના પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ દ્વારા કો-પ્રોડ્યુસ પણ કરી છે.
કૃતિ સનોન
ક્રિતી સૅનને તેની આગામી ફિલ્મ ‘દો પત્તી’નું મનાલીનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને તેણે તેના પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ દ્વારા કો-પ્રોડ્યુસ પણ કરી છે. ફિલ્મના સેટ પરના કેટલાક ફોટો ક્રિતીએ શૅર કર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતી સૅનને કૅપ્શન આપી હતી, ‘મનાલી તું સુંદર છે. ‘દો પત્તી’નું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે. ઠંડું વાતાવરણ, ઉમળકાથી ભરેલાં હાર્ટ્સ. યાદગાર પળો બનાવવા માટે ભાવુક લોકોએ જાદુ રેલાવ્યો. આ શેડ્યુલમાં ખૂબ મજા આવી.’