આ ફિલ્મનું નિર્માણ મૅડૉક ફિલ્મ્સના બૅનર હેઠળ થઈ રહ્યું છે અને એની પટકથા લવ રંજન દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૬ના અંત સુધીમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
ક્રિતી, શાહિદ અને રશ્મિકા
૨૦૧૨માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘કૉકટેલ’ની સીક્વલ આવવાની છે. મૂળ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટીની ત્રિપુટી જોવા મળી હતી; જ્યારે હવે ‘કૉકટેલ 2’માં મૂળ ફિલ્મના કોઈ જ સ્ટાર નહીં હોય અને આ સીક્વલમાં ક્રિતી સૅનન લીડ ઍક્ટ્રેસ હશે. ચર્ચા છે કે ફિલ્મમાં ક્રિતી સૅનન સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકાઓમાં હશે. આ ફિલ્મની વાર્તા સીક્રેટ રાખવામાં આવી છે. જોકે મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં મૉડર્ન રિલેશનશિપ્સ અને આધુનિક પ્રેમને હાઇલાઇટ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ મૅડૉક ફિલ્મ્સના બૅનર હેઠળ થઈ રહ્યું છે અને એની પટકથા લવ રંજન દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૬ના અંત સુધીમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.


