હવે ૬ વર્ષ બાદ ફરી ‘ભેડિયા’માં તેઓ સાથે દેખાવાનાં છે

વરુણ ધવન અને ક્રિતી સૅનન
વરુણ ધવનની એક ટેવ છે જે ક્રિતી સૅનનને ખૂબ પરેશાન કરે છે. આ બન્નેએ ‘દિલવાલે’માં સાથે કામ કર્યું હતું. હવે ૬ વર્ષ બાદ ફરી ‘ભેડિયા’માં તેઓ સાથે દેખાવાનાં છે. ‘ભેડિયા’ પચીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે. ક્રિતીની ફરિયાદ છે કે જ્યારે તે વરુણ સાથે ફોન પર વાત કરે છે ત્યારે તે હાય કે હેલો નથી બોલતો. સાથે જ વાતચીતના અંતે પણ તે બાય નથી કહેતો. એ વિશે વિસ્તારમાં જણાવતાં ક્રિતીએ કહ્યું કે ‘એક વાત છે જે મને થોડી પરેશાન કરે છે કે જ્યારે હું તેની સાથે ફોન પર વાત કરું ત્યારે તે હેલો કે હાય નહીં બોલે. તે કહેશે હા. બીજું, જ્યારે તમે ફોન રાખો છો તો એ વખતે એક મૂંઝવણ હોય છે, એવું લાગે છે જાણે કોઈકે ફોન કર્યો છે. તે બાય પણ નથી કહેતો. માત્ર એટલું જ કહે છે, ‘ઓકે, હું તને પછી ફોન કરીશ.’ ત્યાર બાદ ફોન તો કદી કરતો નથી. ફોનની શરૂઆતમાં અને અંતે એ વાતચીત નીરસ લાગે છે. ક્યારેક તે બાય પણ નથી કહેતો અને અચાનક ગાયબ થઈ જાય છે.’
ક્રિતીની કઈ આદત ગમે છે એ વિશે પૂછવામાં આવતાં વરુણે કહ્યું કે ‘એક વ્યક્તિ તરીકે મને જ્યારથી તું ગમવા માંડી છે, મને તારામાં અનેક ક્વૉલિટી દેખાઈ છે. જોકે એ બધામાં સૌથી સારી વાત છે કે તારું દિલ સાફ છે. તારી અંદર કોઈ જાતનું ષડ્યંત્ર નથી. તને કોઈ વ્યક્તિ પસંદ હોય કે ન હોય, બધા માટે તારો સ્વભાવ એકસરખો છે.’