તેનું કહેવું છે કે દર્શકો જ મેકર્સને સીક્વલ બનાવવા માટે પ્રેરિત કરે છે
કૃતિ સેનન
ક્રિતી સૅનનની ‘ક્રૂ’ ૨૯ માર્ચે રિલીઝ થઈ છે અને એની સીક્વલ બની શકે છે એવી શક્યતા તેણે વ્યક્ત કરી છે. ‘ક્રૂ’ને અનિલ કપૂર ફિલ્મ્સ અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ઍર-હૉસ્ટેસિસ અને ઍરલાઇનની સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન, તબુ, દિલજિત દોસંજ અને કપિલ શર્મા પણ જોવા મળી રહ્યાં છે. ‘ક્રૂ’ની સીક્વલ વિશે ક્રિતી સૅનન કહે છે, ‘લોકોને આ ફિલ્મ ગમી રહી છે. અમે ફરીથી પાછા આવવા અને કાંઈક મજેદાર કરવા માગીએ છીએ. સાચી વાત છે, રાઇટર્સ પર ખૂબ પ્રેશર હોય છે. દર્શકો જ મેકર્સને સીક્વલ બનાવવા માટે પ્રેરિત કરે છે. જો દર્શકોને કોઈ વસ્તુ ગમી તો મેકર્સને પણ કંઈક નવું લઈને આવવાની ઇચ્છા થાય છે. એથી અમે પણ આશા રાખી રહ્યાં છીએ. ફિલ્મને જે પ્રકારે લોકોનો પ્રેમ મળે છે એ જોઈને સારું લાગે છે, પછી ફિલ્મમાં મુખ્ય રૂપે પુરુષ હોય કે મહિલા હોય એનાથી કોઈ ફરક નથી પડતો. માત્ર કન્ટેન્ટ છે જે લોકોને ખૂબ ગમે છે. સિનેમાએ એના પર જ ખાસ ધ્યાન આપવું જોઈએ. બૉક્સ-ઑફિસ નંબર્સ પુરુષપ્રધાન કે મહિલાપ્રધાન ફિલ્મો પર આધાર નથી રાખતા, માત્ર કન્ટેન્ટ અગત્યની છે.’
દર્શકોને આકર્ષવા માટે ફિલ્મ પુરુષપ્રધાન હોવી જરૂરી નથી લાગતી ક્રિતી સૅનનને
ક્રિતી સૅનનનું કહેવું છે કે દર્શકોને થિયેટર્સમાં આકર્ષવા માટે એમાં હીરો લીડમાં હોવા જરૂરી નથી. આ વિશે ક્રિતી કહે છે, ‘એવું જરૂરી નથી કે લોકોને થિયેટરમાં લાવવા માટે પુરુષપ્રધાન ફિલ્મો જ હોવી જોઈએ. જોકે મેં એવી કોઈ ફિલ્મ નથી જોઈ જેમાં ત્રણ મહિલાઓ હોય. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓ અલગ-અલગ પેઢીની છે. તેમની વચ્ચે લગભગ દસ વર્ષનો ફરક છે, જે સૉલિડ અને હટકે ભૂમિકા ભજવે છે. લોકોને અમારી આ કેમિસ્ટ્રી ગમે છે અને મને એ વાતની ખુશી છે. લોકોએ આ ત્રિપુટીની કલ્પના પણ નહીં કરી હોય અને આ જ બાબત એને એક્સાઇટિંગ બનાવે છે.’
41.12
પાંચ દિવસમાં ‘ક્રૂ’એ આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ

