ક્રિતી સૅનન અને કહેવાતા બૉયફ્રેન્ડ કબીર બાહિયાએ એકસરખું જૅકેટ પહેરેલા ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ક્રિતી સૅનન અને કહેવાતા બૉયફ્રેન્ડ કબીર બાહિયાએ એકસરખું જૅકેટ પહેર્યું હોય એવા ફોટો વાઇરલ થયા છે. ક્રિતી યુનાઇટેડ કિંગડમના બિઝનેસમૅન કબીર બાહિયાની સાથે રિલેશનમાં હોવાની ચર્ચા છે. ક્રિતી હાલમાં પોતાનો બર્થ-ડે કબીર સાથે ગ્રીસના આઇલૅન્ડ માયકોનોસમાં સેલિબ્રેટ કરી રહી છે. ક્રિતીએ કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે જેમાં તેણે જે જૅકેટ પહેર્યું છે એ જ જૅકેટ કબીરે તેના શૅર કરેલા ફોટોમાં જોવા મળી રહ્યું છે. આથી કોનું જૅકેટ છે અને કોણે પહેર્યું છે એ વિશે સોશ્યલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે.

