Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

13 March, 2021 04:04 PM IST | New Delhi
Agencies

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને


કિયારા અડવાણીનું કહેવું છે કે તેને એવી ઍક્ટર બનવું છે જે દરેક ફિલ્મમાં સારી હોય. તેને કઈ હિટ અને કઈ ફ્લૉપ આપી એવી ફિલ્મો દ્વારા નથી ઓળખાવું. ૨૦૧૬માં ‘ફગલી’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર કિયારાએ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘કબીર સિંહ’, ‘ગુડ ન્યુઝ’ અને ‘લક્ષ્મી’ દ્વારા બૉલીવુડમાં પોતાની ઇમેજ બનાવી છે. તે હાલમાં ‘શેરશાહ’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘જુગ જુગ જિયો’માં બિઝી છે. ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટરને હિટ અને ફ્લૉપ ફિલ્મો દ્વારા ઓળખવામાં આવે છે એ વિશે પૂછતાં કિયારાએ કહ્યું હતું કે ‘હું મારી જર્ની પર નજર કરું છું તો મને એવા સમયે ‘કબીર સિંહ’ અથવા તો ‘લસ્ટ સ્ટોરીઝ’ મળી હતી જ્યારે મને વધુ લોકો ઓળખતા પણ નહોતા. જો લોકોને તમારું કામ ગમે અને તેઓ એનાં વખાણ કરે તો તમને વધુ લોકો ફિલ્મમાં લેવાનું પસંદ કરે છે. આથી જ અમે અમારા પર વધુને વધુ પ્રેશર આપીએ છીએ. હું નથી ઇચ્છતી કે સફળતા અથવા તો નિષ્ફળતા દ્વારા મને ઓળખવામાં આવે. મારે એવી ઍક્ટર બનવું છે જે દરેક ફિલ્મ માટે સારી હોય. મારે આ જ સિદ્ધિ મેળવવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2021 04:04 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK