સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય અને સૂરજ પંચોલીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથ’ ૧૬ મેએ રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે.
કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથ
સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય અને સૂરજ પંચોલીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથ’ ૧૬ મેએ રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે. લગભગ ત્રણ મિનિટ અને ૭ સેકન્ડના આ ટ્રેલરમાં દમદાર અને અગ્રેસિવ ડાયલૉગ્સથી ફિલ્મનો આછેરો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સોમનાથ મંદિરની રક્ષા કરવા મટે જંગ લડનાર મહાનાયકોની ગાથા કહે છે.
પ્રિન્સ ધીમન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મના નિર્માતા કનુ ચૌહાણ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને અહેસાસ થાય છે કે ફિલ્મમાં હમીરજી ગોહિલની વીરતાની ગાથાને બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં તેમની વીરતા અને સાહસને બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે. ભારતના ઇતિહાસમાં ગુજરાતના સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણ થયું છે, પણ દર વખતે વીર યોદ્ધાઓએ પોતાના જીવની બાજી લગાવીને મંદિરની રક્ષા કરી છે. આ ફિલ્મમાં આ વીર યોદ્ધાઓના સાહસને દર્શાવવામાં આવ્યું છે.


