Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી-કેટરીનાના ઘરે બંધાશે પારણું? અભિનેત્રીની મિત્રએ કર્યો ખુલાસો

વિકી-કેટરીનાના ઘરે બંધાશે પારણું? અભિનેત્રીની મિત્રએ કર્યો ખુલાસો

05 May, 2023 01:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ (Bollywood) એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કેફની ગણતરી બી ટાઉનના મોસ્ટ રોમેન્ટિક કપલ્સમાં થાય છે. છેલ્લા કેટલાક દિવસથી એક્ટ્રેસની પ્રેગ્નેન્સીની અફવાઓએ જોર પકડ્યું છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


બૉલિવૂડ (Bollywood) એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કેફની ગણતરી બી ટાઉનના મોસ્ટ રોમેન્ટિક કપલ્સમાં થાય છે. છેલ્લા કેટલાક દિવસથી એક્ટ્રેસની પ્રેગ્નેન્સીની અફવાઓએ જોર પકડ્યું છે. હકિકતે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાસ શર્માની ઈદ પાર્ટીમાં કેટરીનાએ હાજરી આપી હતી, જેના પછી આ કયાસ લગાડવામાં આવી રહ્યા હતા કે અભિનેત્રી માતા બનવાની છે.

આ સમાચાર સામે આવ્યા બાદ કેટરીનાના ચાહકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા, પણ આ માત્ર એક અફવા જ સાબિત થઈ. તો, હવે તેની નજીકની મિત્રએ ખુલાસો કર્યો છે કે વિકી અને કેટરીના ક્યારે માતા-પિતા બનશે.



મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે બન્ને હાલ બેબી પ્લાનિંગના મૂડમાં નથી. હા, એક મીડિયા સંસ્તાનના રિપૉર્ટ પ્રમાણે, કેટરીના કેફ હાલ ફરહાન અખ્તરની ફિલ્મ `જી લે ઝરા`ને લઈને વ્યસ્ત છે. તેણે પોતાના ફ્રેન્ડને કહ્યું, "હું વિજય સેતુપતિ અને ફરહાન અખ્તર સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છું એ પૂરી કરી લીધા પછી જ બાળકનું પ્લાનિંગ કરીશ." એટલે કે અભિનેત્રી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ જ આ મામલે વિચાર કરી શકે છે.


જો કે, ફરહાન અખ્તર નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ હજી સુધી શરૂ થયું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. જી લે ઝરામાં કેટરીના કેફ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડા પહેલીવાર એક સાથે સ્ક્રીન શૅર કરતા જોવા મળશે. આ સિવાય અભિનેત્રી ફિલ્મ `મેરી ક્રિસમસ`નો પણ ભાગ છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા વિજય સેતુપતિ પણ જોવા મળશે.

આ પણ વાંચો : Sharad Pawar: મુંબઈમાં NCPની કોર કમિટીની બેઠક, શરદ પવારનું રાજીનામું નામંજૂર


વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કેફ ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે `ટાઈગર 3`માં જોવા મળશે. આ બે સ્ટાર્સ સિવાય ઈમરાન હાશમી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ યશરાજના સ્પાઈ યૂનવર્સનો ભાગ છે અને આને લઈને ચાહકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK