° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


Wedding Anniversary:વિકીની આંખમાં ખોવાયેલી જોવા મળી કેટરિના, જુઓ ભાંગડાનો વીડિયો

09 December, 2022 08:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિકી કૌશલે લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર ભાંગડા પણ કર્યા હતા. પત્ની કેટરિનાએ પતિ વિકીનો ભાંગડા કરતો વીડિયો પણ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ

વિકી કૌશલ (Vicky kaushal) અને કેટરીના (Katrina Kaif)ના લગ્નને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. કપલે 9 ડિસેમ્બર 2021 ના ​​રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતાં. વિકી અને કેટરિના તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ (Katrina Vicky First Wedding Anniversary)ની ઉજવણી કરી રહ્યા છે. વિકી કૌશલે લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર ભાંગડા પણ કર્યા હતા. પત્ની કેટરિનાએ પતિ વિકીનો ભાંગડા કરતો વીડિયો પણ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે.

કેટરીનાએ વીડિયો અને તસવીરો શેર કરી 
કેટરીનાએ ઈન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીર તેમના લગ્નની છે. જેમાં બંને ગળામાં માળા પહેરીને બેઠા છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં કેટરિના તેના પતિ વિકીની આંખોમાં ખોવાયેલી જોવા મળી રહી છે. તે જ સમયે એક શેર કરેલા વીડિયોમાં વિકી કૌશલ બોનફાયરની સામે જોરદાર રીતે ભાંગડા કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વિકી મ્યુઝિક વિના ભાંગડા કરી રહ્યો છે અને તેના સ્ટેપ જોઈને કેટરીનાનું હાસ્ય પણ આવી રહ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

તસવીરો અને વીડિયો શેર કરતી વખતે કેટરિનાએ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. કેટરીનાએ લખ્યું, "મારા પ્રકાશની કિરણ.. હેપ્પી વન યર (My Ray Of light)." તમામ સેલેબ્સ અને ચાહકો પણ કેટરીનાની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને લગ્નની પ્રથમ વર્ષગાંઠ માટે અભિનંદન પણ આપી રહ્યા છે. શ્વેતા બચ્ચન કોમેન્ટમાં લખે છે કે "હેપ્પી એનિવર્સરી." જ્યારે વિકી કૌશલના પિતા શામ કૌશલે પણ પુત્રવધૂ કેટરિનાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. શામ કૌશલે લખ્યું, "હેપ્પી એનિવર્સરી, ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. દીકરા, તું પરિવારમાં ઘણી ખુશીઓ લાવી છે. પ્રેમ અને આશીર્વાદ."

આ પણ વાંચો: આ છે ગુજરાતની `છોટી આલિયા`, કેસરિયા પર ડાન્સ વીડિયોએ મચાવી ધમાલ, જુઓ ઢાંસુ ડાન્સ

ઉલ્લેખનીય છે કે કેટરીના અને વિકી કૌશલ તેમના લગ્ન પછીથી સતત કપલ ​​ગોલ સેટ કરી રહ્યા છે. ફેન્સ પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. કેટરિના અને વિકી દરેક તહેવાર અને સેલિબ્રેશનની તસવીરો પણ પોતાના ફેન્સ સાથે શેર કરે છે.

09 December, 2022 08:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Sidharth-Kiara Wedding : હવે ૬ ફેબ્રુઆરીએ નહીં પણ આ તારીખે લગ્ન કરશે યુગલ

છેલ્લી ઘડીએ બદલી લગ્નની તારીખ : જેસલમેરમાં શરુ થઈ ગયો છે જશ્ન

05 February, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇફોનથી હવે ફુલ ફીચર ફિલ્મ પણ શૂટ કરી શકાય છે : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે બહુ જલદી હવે બે કલાકની ફિલ્મને પણ આઇફોન પર શૂટ કરવામાં આવશે.

05 February, 2023 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ચાહત ખન્નાની જેમ હું ગોલ્ડ ડિગર નથી : સુકેશ ચંદ્રશેખર

સુકેશ ચંદ્રશેખરનું કહેવું છે કે હું ચાહત ખન્નાની જેમ ગોલ્ડ ડિગર નથી. મની લૉન્ડિંરગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સંડોવાયેલો છે.

05 February, 2023 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK