સપરિવાર તેમણે પ્રકાશના પર્વ દિવાળીને માણ્યું હતું
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને ફૅમિલી સાથે દિવાળી ઊજવી
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને ફૅમિલી સાથે દિવાળી ઊજવી છે. તેમણે તેમના ઘરે કુટુંબ સાથે મળીને ફેસ્ટિવલ અને ફૂડનો આનંદ લીધો હતો. મુંબઈમાં તેમના ઘરે આખો પરિવાર એકઠો થયો હતો. કરીનાનાં મમ્મી-પપ્પા એટલે કે બબીતા અને રણધીર કપૂર, નીતુ કપૂર, રીમા જૈન, કરિશ્મા કપૂર, સોહા અલી ખાન અને તેનો હસબન્ડ કુણાલ ખેમુ પણ હાજર હતાં. સપરિવાર તેમણે પ્રકાશના પર્વ દિવાળીને માણ્યું હતું. આ ફૅમિલી ફોટોને કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.