Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જ જોવા માટે કરણ જોહરે જેસલમેરમાં બુક કરાવ્યું આખું થિયેટર

ધુરંધર : ધ રિવેન્જ જોવા માટે કરણ જોહરે જેસલમેરમાં બુક કરાવ્યું આખું થિયેટર

Published : 29 March, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર આદિત્ય ધરના કામની પ્રશંસા કરતાં તેણે ફિલ્મને ઉત્તમ સિનેમૅટિક અનુભવ ગણાવ્યો તેમ જ રણવીર સિંહના પર્ફોર્મન્સને તેની કરીઅરના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક ગણાવ્યો.

કરણ જોહર

કરણ જોહર


હાલમાં ફિલ્મમેકર કરણ જોહર જેસલમેરમાં પોતાના રિયલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’નું શૂટિંગ કરી રહ્યો છે, પણ આ શૂટિંગ વચ્ચે થોડો સમય કાઢીને તેણે બહુચર્ચિત ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોવાની મજા માણી અને આ માટે તેણે એક આખું થિયેટર જ બુક કરાવ્યું હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે કરણ જોહર પોતાની ટીમ સાથે શહેરના પ્રસિદ્ધ થિયેટર રમેશ ટૉકીઝ પહોંચ્યો હતો અને અહીં તેણે પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ની મજા માણી. ખાસ વાત એ હતી કે તેણે આખું થિયેટર પોતાની ટીમ માટે બુક કરી દીધું હતું જેથી કોઈ વિક્ષેપ વિના ફિલ્મનો આનંદ લઈ શકાય. આ સિવાય સુરક્ષા અને પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને સામાન્ય દર્શકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. આ પ્રાઇવેટ સ્ક્રીનિંગ દરમ્યાન કરણ અને તેમની ટીમે સાથે બેસીને ફિલ્મ જોઈ, ઇન્ટરવલ દરમ્યાન નાસ્તાનો આનંદ લીધો અને હળવી વાતચીત પણ કરી. સમગ્ર આયોજન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ કરણ જોહરે સોશ્યલ મીડિયા પર પોતાનો રિવ્યુ પણ શૅર કર્યો જેમાં તેણે ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે આ ફિલ્મ માત્ર ઍક્શન અથવા દેશભક્તિ પૂરતી સીમિત નથી; એની વાર્તા, પાત્રોનું ઊંડાણ અને ભાવનાત્મક પાસું તેને ખાસ બનાવે છે. ડિરેક્ટર આદિત્ય ધરના કામની પ્રશંસા કરતાં તેણે ફિલ્મને ઉત્તમ સિનેમૅટિક અનુભવ ગણાવ્યો તેમ જ રણવીર સિંહના પર્ફોર્મન્સને તેની કરીઅરના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક ગણાવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK