Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ચ ફિલ્મની હિન્દી રીમેક બનાવવા આતુર છે કરણ જોહર અને ગુનીત મોંગા કપૂર

ફ્રેન્ચ ફિલ્મની હિન્દી રીમેક બનાવવા આતુર છે કરણ જોહર અને ગુનીત મોંગા કપૂર

Published : 22 October, 2023 05:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહર અને ગુનીત મોંગા કપૂર ફ્રેન્ચ ફિલ્મ ‘ધ અનટચેબલ્સ’ની હિન્દી રીમેક સાથે મળીને બનાવવાનાં છે. એની જાહેરાત તેમણે કરી છે. આ ફિલ્મને લઈને બન્ને એક્સાઇટેડ છે

ધ અનટચેબલ્સ

ધ અનટચેબલ્સ


કરણ જોહર અને ગુનીત મોંગા કપૂર ફ્રેન્ચ ફિલ્મ ‘ધ અનટચેબલ્સ’ની હિન્દી રીમેક સાથે મળીને બનાવવાનાં છે. એની જાહેરાત તેમણે કરી છે. આ ફિલ્મને લઈને બન્ને એક્સાઇટેડ છે. અગાઉ બન્નેએ ઍક્શન ફિલ્મ ‘કિલ’ બનાવી છે, જેનું પ્રીમિયર ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. ‘ધ અનટચેબલ્સ’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. ‘ધ અનટચેબલ્સ’ની હિન્દી રીમેકને કૉલીન ડીકુન્હા ડિરેક્ટ કરશે. ફિલ્મને લઈને કરણ જોહરે કહ્યું કે ‘‘ધ અનટચેબલ્સ’ પર કામ કરવું એ એક ક્રીએટિવ ચૅલેન્જ છે અને એક થ્રિલિંગ તક છે. એ ફ્રેન્ચ ફિલ્મને ભારતીય દર્શકો માટે પૂરી સમજદારી સાથે બનાવવા માટે અમે યોગદાન આપીશું. ગુનીત સાથે ફરીથી કામ કરવાની તક મળી એથી હું ખુશ છું. મને પૂરી ખાતરી છે કે આ પ્રોજેક્ટ દેશના તમામ લોકોનાં દિલોને સ્પર્શી જશે.’

તો બીજી તરફ ચોથી વખત સાથે કામ કરનાર ગુનીતે કહ્યું કે ‘ફિલ્મ ‘ધ અનટચેબલ્સ’ એક આદર્શ અને આખા વિશ્વએ એને માણી હોય એવી ફિલ્મ છે. ભારત અને હિન્દી દર્શકો માટે આ ફિલ્મ બનાવવા મળશે એની અમને ખુશી છે. ઍક્શનથી ભરપૂર ‘કિલ’ બનાવ્યા બાદ અમે હવે આ ડ્રામેડી પર હાથ અજમાવવાના છીએ. એને લઈને તો ધર્મા પ્રોડક્શન્સ પણ એટલો જ આતુર છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2023 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK