આ ફિલ્મે ફૂડ ડિલિવરી એજન્ટની લાઇફ પર પ્રકાશ પાડ્યો હતો
કપિલ શર્માની ઝ્વિગાટોનો સીન
કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ફૂડ ડિલિવરી એજન્ટની લાઇફ પર પ્રકાશ પાડ્યો હતો. આ ફિલ્મને અનેક ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. આ ફિલ્મ હજી સુધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ નથી થઈ. એનું કારણ છે કે આ ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર દેખાડવા માટે કોઈ રાજી નથી થઈ રહ્યું. આ ફિલ્મની ઍક્ટ્રેસ શહાના ગોસ્વામીને આશા છે કે જો આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે તો દરેકને એ જોવાની તક મળશે અને એ લોકોને ગમશે પણ.

