દાદી કી શાદીમાં આ બન્ને સ્ટાર્સ સાથે કામ કરીને રિદ્ધિમા કપૂર બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. દાદી કી શાદી’થી રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ બૉલીવુડમાં ડેબ્યુ કરવાની છે અને એ માટે તે પણ ખૂબ ઉત્સાહી છે. હાલમાં સેટ પરનો એક ફોટો વાઇરલ થયો હતો.
નીતુ સિંહ અને કપિલ શર્મા જાખુ મંદિરમાં
પર્યટકોનું ફેવરિટ શહેર શિમલા હાલમાં બૉલીવુડનું ફેવરિટ બની ગયું છે. અહીં હમણાં પરિણીતિ ચોપડાની પહેલી OTT સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને હવે અહીં ‘દાદી કી શાદી’ નામની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મમાં નીતુ સિંહ અને કપિલ શર્મા કામ કરી રહ્યાં છે. આ બન્નેએ શિમલાના પ્રખ્યાત મૉલ રોડ સહિત અનેક પર્યટન-સ્થળોએ શૂટિંગ કર્યું હતું. એ ઉપરાંત શિમલાના ઐતિહાસિક જાખુ મંદિરમાં પણ ફિલ્મના એક સીનનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
શિમલાના જાખુ મંદિરમાં હનુમાનજીની પૂજા કર્યા બાદ ‘દાદી કી શાદી’નું શૂટિંગ શરૂ થયું હતું. એ દરમ્યાન પોતાના ફેવરિટ સ્ટાર્સને જોવા માટે સ્થાનિક લોકો અને પર્યટકો ભારે ઉત્સાહી હતા. ‘દાદી કી શાદી’ એક ફૅમિલી કૉમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં પહાડી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શિમલાનાં અનેક સ્થળોએ થવાનું છે. ‘દાદી કી શાદી’થી રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ બૉલીવુડમાં ડેબ્યુ કરવાની છે અને એ માટે તે પણ ખૂબ ઉત્સાહી છે. હાલમાં સેટ પરનો એક ફોટો વાઇરલ થયો હતો.


