કોઈકે તેને કહ્યું કે તે જાડી લાગે છે તો તેને લાગ્યું કે વજન ઓછું કરવું જોઈએ તો તે પોતાનું વધેલું ફેટ ઘટાડવા માટે શેટ્ટી હૉસ્પિટલ પહોંચી. હૉસ્પિટલમાં આઇસીયૂ નહોતું અને સર્જરી બાદ તેના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું.
ફાઈલ તસવીર
કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે પૉપ્યુલર ટીવી એક્ટ્રેસ ચેતના રાજ (Chethana Raj)નું નિધન થઈ ગયું છે. તેમણે 21 વર્ષની ઉંમરે જ વિશ્વને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના અંતિમ શ્વાસ (Chetana raj Death) બેંગ્લુરૂના એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં લીધા. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે તો એક્ટ્રેસનો જીવ પ્લાસ્ટિક સર્જરી કરાવવાને કારણે ગયો. કહેવામાં આવી રહ્યું કે તેણે આ પ્લાસ્ટિક સર્જરી વજન ઘટાડવા માટે કરાવી હતી અને આ દરમિયાન કંઇક ભૂલને કારણે બીજા દિવસે તેને ફેફસાં સાથે જોડાયેલી મુશ્કેલી થઈ, જેના પછી તેનું નિધન થઈ ગયું.
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ચેતનાના માતા-પિતાને આ સર્જરી (Chethana Raj Surgery) વિશે ખબર નહોતી. એક્ટ્રેસે તેમને આ વિશે કોઈ માહિતી શૅર નહોતી કરી. કહેવામાં આવી રહ્યું છે કે તે એકલી જ મિત્રો સાથે સર્જરી કરાવવા માટે હૉસ્પિટલમાં દાખલ થઈ હતી, પણ આ સર્જરી તેના અને તેના પરિવાર માટે મોંઘી સાબિત થઈ. જ્યાં નાની ઉંમરમાં જ તેણે વિશ્વને અલવિદા કહેવું પડ્યું, તેના પરિવારે પોતાની દીકરી ગુમાવી, જે હવે ક્યારેય પાછી નહીં આવે. આથી તેના ઘરમાં મહાતમ છવાયો છે. પરિવાર દુઃખનો સામનો કરી રહ્યો છે.
ADVERTISEMENT
રિપૉર્ટ્સમાં એક્ટ્રેસને લઈને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી ચેતનાના શરીરમાં કેટલીક કૉમ્પિલેકશન્સ થવા લાગી અને તેના ફેફસાંમાં ફ્લૂઇડ જમા થવા માંડ્યું હતું, જેના કારણે ચેતનાનું મૃત્યુ થયું. તો, એક્ટ્રેસના પરિવારજનોએ ડૉક્ટર્સ પર લાપરવાહીનો આરોપ મૂક્યો છે અને હૉસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
ચેતનાએ વધેલા વજનને ઘટાડવા માટે કરાવી હતી સર્જરી
એક્ટ્રેસ ચેતનાના મૃત્યુ પર તેના અંકલે મીડિયા સાથે વાતચીત કરી અને માહિતી શૅર કરી છે. તેના અંકલ Rajappaનું કહેવું છે કે, "તે તેમના નાના ભાઈની દીકરી હતી અને કન્નડ ટીવી સીરિયલ્સમાં કામ કરતી હતી. કોઈકે તેને કહ્યું કે તે જાડી લાગે છે તો તેને લાગ્યું કે વજન ઓછું કરવું જોઈએ તો તે પોતાનું વધેલું ફેટ ઘટાડવા માટે શેટ્ટી હૉસ્પિટલ પહોંચી. હૉસ્પિટલમાં આઇસીયૂ નહોતું અને સર્જરી બાદ તેના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું. ત્યાર બાદ એક્ટ્રેસને નજીકના બીજા હૉસ્પિટલમાં શિફ્ટ થવા માટે મોકલવામાં આવી. પણ તે બીજી હૉસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થયું અને ડૉક્ટર્સે પણ તેને મૃત જાહેર કરી." ચેતનાને સીરિયલ `geetha` અને `doresani` માટે ઓળખવામાં આવે છે.

