સ્વાતિની જે તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે તેમાં તેનો ચહેરો એક બાજુથી સંપૂર્ણ રીતે સોજી ગયેલો દેખાય છે

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા
કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશને સર્જરી ભારે પડી છે. અભિનેત્રીએ રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, પરંતુ સારવાર ખોટી પડી અને તેનો ચહેરો બગડી ગયો હતો. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેને ઓળખવી મુશ્કેલ બની રહી છે.
સ્વાતિની જે તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે તેમાં તેનો ચહેરો એક બાજુથી સંપૂર્ણ રીતે સોજી ગયો છે. તેની આંખો, હોઠ, ગાલ અને ચહેરાનો નીચેનો ભાગ સંપૂર્ણપણે બગડી ગયેલો દેખાય છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેણે રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, જેના પછી તેનો ચહેરો આવો થઈ ગયો છે.
અઠવાડિયા પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી. માહિતી અનુસાર, સ્વાતિના ડૉક્ટરે કહ્યું હતું કે તેને ગભરાવાની જરૂર નથી કારણ કે તેનો સોજો એક-બે દિવસમાં ઠીક થઈ જશે, પરંતુ અભિનેત્રીની વાત માનીએ તો ત્રણ અઠવાડિયા વીતી ગયા અને તેના ચહેરાની સ્થિતિ યથાવત્ છે. તેનો ચહેરો સુધરવાને બદલે ખરાબ થઈ રહ્યો છે.
એક્ટ્રેસનું કહેવું છે કે આ કારણે તેણે ઘરની બહાર જવાનું બંધ કરી દીધું છે. ડૉક્ટર પર આરોપ લગાવતા અભિનેત્રીએ કહ્યું કે તેની સારવાર ખોટી રીતે કરવામાં આવી છે. ડૉક્ટરે તેના દાંતને સુન્ન કરવા માટે એનેસ્થેસિયાને બદલે સેલિસિલિક એસિડ આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે અગાઉ સાઉથ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીનું પણ ખોટી સર્જરીના કારણે મોત થઈ ગયું હતું. સાઉથ એક્ટ્રેસ ચેતના રાજનું ગયા મહિને ફેટ ફ્રી સર્જરી બાદ અવસાન થયું હતું. અભિનેત્રીને પ્લાસ્ટિક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન થયેલી ભૂલને કારણે અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સર્જરી બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું, જ્યારે અભિનેત્રીના સંબંધીઓએ ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.