જાહેરમાં આ વાત કહીને મંડીમાં એક સભામાં ઍક્ટ્રેસે હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી. કંગના રનૌત હાલમાં તેની રાજકીય કરીઅર અને ફિલ્મી-કરીઅરમાં વ્યસ્ત છે ત્યારે મંડીમાં એક સભામાં તેણે હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી છે.
કંગના રનૌત
કંગના રનૌત હાલમાં તેની રાજકીય કરીઅર અને ફિલ્મી-કરીઅરમાં વ્યસ્ત છે ત્યારે મંડીમાં એક સભામાં તેણે હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી છે. મંડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કંગનાએ પોતાના ઘરના લાઇટ-બિલની વાત કરીને કહ્યું હતું કે ‘મારું મનાલીનું ઘર જે લાંબા સમયથી બંધ છે એનું લાઇટ-બિલ એક લાખ રૂપિયા જેટલું વધારે આવ્યું છે. હાલ અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આપણે એ વાંચીએ છીએ અને જે થઈ રહ્યું છે એના પર શરમ અનુભવીએ છીએ, પણ આપણી પાસે એક તક છે; તમે બધાં મારાં ભાઈઓ અને બહેનો છો અને તમે લોકો ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરો છો એ ખૂબ જ સારી વાત છે.’
મંડીની આ સભામાં કંગનાએ લોકોને રાજ્યના ભલા માટે કામ કરવા માટે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘આ દેશને, આ રાજ્યને પ્રગતિના માર્ગ પર લઈ જવાની જવાબદારી આપણા બધાની છે. હું કહીશ કે આ લોકો વરુ જેવા છે અને મનાલીના લોકોએ તેમની ચુંગાલમાંથી બહાર નીકળવું પડશે.’
ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં કંગના રનૌતે મંડી બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

