હાલમાં કંગના રનૌત પર તેની વારાણસીની મુલાકાત દરમ્યાન રસ્તા પર કચરો ફેંકવાનો આરોપ લાગ્યો હતો
પહેલી તસવીરમાં કંગના પોતાની પ્લેટ જમીન પર ફેંકતી હોય એવું લાગે છે. જોકે હકીકત એ છે કે કંગનાએ પ્લેટ ડસ્ટબિનમાં નાખી હતી.
હાલમાં કંગના રનૌત પર તેની વારાણસીની મુલાકાત દરમ્યાન રસ્તા પર કચરો ફેંકવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં કંગના વારાણસીનું પ્રસિદ્ધ સ્ટ્રીટ સ્નૅક ટિકિયા છોલે ખાઈ રહી હતી અને ત્યાર બાદ પોતાની ડિસ્પોઝેબલ પ્લેટને નીચે ફેંકતી જોવા મળી હતી. બાદમાં ઘણા લોકોએ તેના પર પ્લેટ રસ્તા પર ફેંકવાનો આરોપ મૂક્યો. હવે કંગનાએ આ દાવાઓને ખોટો ગણાવી પુરાવા તરીકે ફોટો શૅર કર્યો છે.
કંગનાએ સોશ્યલ મીડિયા પર સ્ટૉલનો એક નવો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે ડસ્ટબિન તરફ ઇશારો કરી રહી છે. આ ડસ્ટબિન એ જ સ્થળે રાખવામાં આવ્યું હતું જ્યાં ગ્રાહકો ઉપયોગ કરેલી પ્લેટો નાખી રહ્યા હતા. કંગનાએ કહ્યું કે વાઇરલ વિડિયોમાં ડસ્ટબિનનો ભાગ કાપી દેવામાં આવ્યો હતો અને તેણે વાપરેલી પ્લેટ એ જ ડસ્ટબિનમાં નાખી હતી.


