અજય દેવગન હાલમાં જોધપુરમાં તેની આગામી ફિલ્મ ‘રેઇડ 2’નું શૂટિંગ કરી રહ્યો છે
અજય દેવગન , કાજોલ દેવગન
અજય દેવગનનો ગઈ કાલે જન્મદિવસ હતો. તે પંચાવન વર્ષનો થયો હતો. અજય દેવગન હાલમાં જોધપુરમાં તેની આગામી ફિલ્મ ‘રેઇડ 2’નું શૂટિંગ કરી રહ્યો છે. અજય દેવગન ખૂબ જ શાંત સ્વભાવનો છે એથી જ કાજોલે તેના સ્વભાવની વિરુદ્ધનું વર્તન કરતો હોય એવા વિડિયોની ડિમાન્ડ કરી છે. અજય દેવગનનો ફોટો શૅર કરીને કાજોલે ઍક્સ પર પોસ્ટ કરી હતી કે ‘મને ખબર છે કે તારા બર્થ-ડેને લઈને તું ખૂબ જ એક્સાઇટેડ છે અને તું કેકની આસપાસ તાળીઓ પાડીને કૂદાકૂદ કરી રહ્યો હશે. હું આ દિવસની શરૂઆત તને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને કરું છું. તા. ક. જો બર્થ-ડે બૉય આવું કરતો જોવા મળે અને જેની પણ પાસે એનો વિડિયો હોય તો મને તરત જ સેન્ડ કરવો.’

