૨૦ એપ્રિલે નીસાની બાવીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે દીકરીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે અજય અને કાજોલ બન્નેએ અલગ-અલગ સ્પેશ્યલ પોસ્ટ કરીને દીકરીને બર્થ-ડે વિશ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી પોસ્ટ
૨૦ એપ્રિલે અજય દેવગન અને કાજોલની દીકરી નીસાની બાવીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે દીકરીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે અજય અને કાજોલ બન્નેએ અલગ-અલગ સ્પેશ્યલ પોસ્ટ કરીને દીકરીને બર્થ-ડે વિશ કરી હતી.
કાજોલે પોતાની પોસ્ટમાં પીળા રંગના ડ્રેસમાં નીસાની હસતી તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘એ મારી બ્લુ પ્રિન્ટ છે કે હું એની? હું એ કહી નથી શકતી. તારી પાસેથી હંમેશાં કંઈક શીખવા મળ્યું છે. સૂરજ તારા માટે ચમકતો રહે અને હવે તારા વાળને યોગ્ય દિશામાં ઉડાવતી રહે. મારી લાડલી દીકરી, હું તને બહુ પ્રેમ કરું છું.’
View this post on Instagram
ADVERTISEMENT
દીકરી તેની સાથે સેલ્ફી લેતી હોય એવી તસવીર પોસ્ટ કરીને અજય દેવગને લખ્યું હતું, ‘સેલ્ફી માત્ર એટલા માટે લેવાઈ રહી છે કારણ કે મારી દીકરીને ના સાંભળવાની આદત નથી. હૅપી બર્થ-ડે માય બેબી. હું તને બહુ પ્રેમ કરું છું.’

