કાદર ખાનના નિધનના સમાચાર અફવા, પુત્ર સરફરાજની સ્પષ્ટતા
કાદર ખાન (ફાઈલ ફોટો)
દિગ્ગજ અભિનેતા અને ડાયલોગ રાઈટર કાદરખાનના નિધનના સમાચારથી તેમના પ્રશંસકોમાં શોક ફેલાયો છે. પરંતુ સારી વાત એ છે કે કાદર ખાનના નિધનના સમાચાર અફવા માત્ર છે. ખુદ કાદર ખાનના પુત્ર સરફરાઝે તેમના નિધનના સમાચારને ખોટા ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાદર ખાનની સારવાર કેનેડાની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા પણ જોરશોરથી ચાલી રહી છે. રવિવાર રાતથી કાદર ખાનના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. પરંતુ કાદર ખાનના પુત્ર અને અભિનેતા સરફરાઝ ખાને આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કાદર ખાન વેન્ટિલેટર પર, અમિતાભ બચ્ચને માંગી સલામતીની દુઆ
81 વર્ષીય અભિનેતાને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી પ્રમાણે તેઓ રેગ્યુલર વેન્ટિલેટર પર હતા, હવે તેમને BiPAP વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા છે. કાદર ખાનને પ્રોગ્રેસિવ સુપરાન્યૂક્લિયર પાલ્સી નામની બિમારી છે. જેને કારણે તેમને બેલેન્સ રાખવામાં, હરવા ફરવામાં મુશ્કેલી પડે છે. સાથે જે મને ડિમેન્સિયા એટલે કે ભૂલવાની બીમારી પણ છે.

