શાહરુખ ખાન સાથે બેસીને મૅચ નથી જોઈ શકતી એવું જણાવતાં જુહી ચાવલાએ કહ્યું...
શાહ રૂખ ખાન , જુહી ચાવલા
જુહી ચાવલા, તેનો હસબન્ડ જય મહેતા અને શાહરુખ ખાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર્સ છે. જોકે જુહીનું કહેવું છે કે તે શાહરુખ સાથે બેસીને મૅચ નથી જોઈ શકતી. એનું કારણ જણાવતાં જુહી કહે છે, ‘IPL હંમેશાંથી એક્સાઇટિંગ રહી છે. અમે બધાં અમારા ટેલિવિઝન સામે બેસી જઈએ છીએ. અમારી ટીમ જ્યારે રમતી હોય ત્યારે એ જોવાની મજા તો આવે જ છે, પરંતુ સાથે જ અમે બધાં ખૂબ તનાવમાં આવી જઈએ છીએ. શાહરુખ સાથે મૅચ જોવી નથી ગમતી, કારણ કે જ્યારે અમારી ટીમ સારું પર્ફોર્મ ન કરે તો તે બધો ગુસ્સો મારા પર કાઢે છે. હું તેને કહું છું કે આ બધું મને નહીં, પરંતુ ટીમને કહે. અમે બન્ને સાથે બેસીને મૅચ ન જોઈ શકીએ. આ વસ્તુ બધા જ ટીમના માલિક સાથે થતી હોય એવું લાગે છે. તેમની ટીમ જ્યારે મેદાનમાં રમતી હોય છે તો એ બધા પરસેવે રેબઝેબ થઈ જાય છે.’