સિંગર જુબિન નૌટિયાલે તેને માટે લોકોએ કરેલી પ્રાર્થના બદલ સૌનો આભાર માન્યો છે.

લોકોએ કરેલી પ્રાર્થના બદલ આભાર માન્યો જુબિને
સિંગર જુબિન નૌટિયાલે તેને માટે લોકોએ કરેલી પ્રાર્થના બદલ સૌનો આભાર માન્યો છે. તાજેતરમાં જુબિન બિલ્ડિંગની સીડી પરથી પડી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેને હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
તેને કોણી, પાંસળી અને માથામાં ઈજા થઈ છે. સાથે જ તેના જમણા હાથનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.
હૉસ્પિટલના બિછાના પરથી પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જુબિને કૅપ્શન આપી હતી, ‘તમે સૌએ કરેલી પ્રાર્થના બદલ આભાર. ભગવાન મને જોતા હતા અને મને આ ભયંકર અકસ્માતમાંથી બચાવી લીધો છે. મને ડિસ્ચાર્જ
મળી ગયો છે અને હું રિકવરી કરી રહ્યો છું. તમે સૌએ આપેલા અપાર પ્રેમ અને કરેલી પ્રાર્થનાઓનો હું આભારી છું.’