Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > JR NTR અને જાહ્નવી કપૂરનો ડાન્સ જોઈને લોકોનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું બંને વચ્ચે...

JR NTR અને જાહ્નવી કપૂરનો ડાન્સ જોઈને લોકોનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું બંને વચ્ચે...

07 August, 2024 07:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

JR NTR and Janhvi Kapoor: જુનિયર એનટીઆર સાથે `દેવરાઃ પાર્ટ વન` સાથે જાહ્નવી તેલુગુ ફિલ્મોમાં ડેબ્યું કરવા જઈ રહી છે.

જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


બૉલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર (JR NTR and Janhvi Kapoor) તેની ફિલ્મોને લઈને જોરદાર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરની ફિલ્મો ભલે બૉક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ જતી હોય તેમ છતાં તેને ફિલ્મો મળી રહે છે અને હવે જાહ્નવી સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મમાં જોવા મળવાની છે. જેથી જુનિયર એનટીઆર સાથે `દેવરાઃ પાર્ટ વન` સાથે જાહ્નવી તેલુગુ ફિલ્મોમાં ડેબ્યું કરવા જઈ રહી છે, પણ આ ફિલ્મને રિલીઝ થયાના પહેલાથી જ લોકોએ સોશિયલ મીડિયા પર તેની ટ્રોલિંગ શરૂ કરી દીધી છે.


જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆર તેમની આગામી ફિલ્મ `દેવરાઃ પાર્ટ વન` માં જોવા મળવાના છે. સોમવારે, કો-સ્ટાર જુનિયર એનટીઆર (JR NTR and Janhvi Kapoor) સાથે ફિલ્મના ‘ચુટ્ટમલ્લે’ નામના નવા ટ્રેકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગીત પર હવે લોકોનો ગુસ્સો ફૂટ્યો છે અને તેમણે ગીતએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર લોકોએ આ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે "જાન્હવી અને જુનિયર NTR વચ્ચે કોઈ કેમિસ્ટ્રી નથી." તો કેટલાકે લોકોએ બંનેની ઉંમર વચ્ચે 14 વર્ષનો તફાવત છે એવી પણ ટિપ્પણી કરી રહ્યા છે.



No chemistry between Janhvi and Jr.NTR
byu/saurabhagarwal8 inBollyBlindsNGossip

સોશિયલ મીડિયા પર આ ગીતનો એક વીડિયો શૅર કરીને “જાહ્નવી (27) અને જુનિયર એનટીઆર (41) વચ્ચે કોઈ કેમિસ્ટ્રી (JR NTR and Janhvi Kapoor) નથી. આ જોડી ખૂબ જ વિચિત્ર લાગે છે. ઉંમરનો તફાવત અસ્પષ્ટ છે (ચાલો જોઈએ કે શું તે મૂવીમાં વાજબી છે). જુનિયર એનટીઆર ખૂબ જ બોરિંગ અને અયોગ્ય લાગે છે.” એકે ટિપ્પણી કરી, "જુનિયરને કંટાળો આવે છે, જાહ્નવી કદાચ પેલી વખત સારી સ્ક્રિપ્ટને વેડફવાને બદલે તેની અભિનય પ્રતિભા અનુસાર રોલ કરી રહી છે. તેમજ વીડિયોમાં કેમ એવું લાગે છે કે તે ફિલ્ટર ઓન સાથે ઇન્સ્ટાગ્રામ ડિરેક્ટર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. જાહ્નવી એનટીઆરના બાજુમાં એટલી યુવાન લાગે છે કે જે તેના ચહેરા પર પહેલાથી જ અસ્વસ્થતાના દેખાઈ રહી છે."


આ સાથે વધુ એકે લખ્યું કહ્યું, "આ એક ટિકટોક રીલ જેવું લાગે છે જ્યાં લીડ ડાન્સરને "ઇન્સ્ટ્રક્ટર" સાથે હોય છે જે ફક્ત મોશનમાં પસાર થઈ રહ્યો છે. NTRને ખરેખર કંટાળો આવી રહ્યો છે અને ખૂબ જ આઉટ ઓફ પ્લેસ લાગે છે. આ એકદમ ખરાબ લાગે છે, લોલ. હું સંપૂર્ણ મ્યુઝિક વીડિયો જોવા માટે હું વિચિત્ર રીતે ઉત્સાહી છું જ્યારે. આમાં તમન્નાએ લીડ અભિનેત્રી તરીકે હોવી જોઈતી હતી અરે, અને આ ગીતની સિનેમેટોગ્રાફી સાથે દરેક વાત ખોટી છે અને તેમ છતાં એનટીઆર તેનું બેસ્ટ આપી રહ્યો છે." `દેવરા - ભાગ 1`, (JR NTR and Janhvi Kapoor) જેને કોરાટાલા શિવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને યુવાસુધા આર્ટસ અને NTR આર્ટસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2024 માં રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2024 07:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK