° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


જાન્યુઆરી સુધી લખનઉમાં સત્યમેવ જયતે 2નું શૂટિંગ કરશે જૉન - દિવ્યા ખોસલા

21 October, 2020 05:58 PM IST | Mumbai | Mumbai Correspondent

જાન્યુઆરી સુધી લખનઉમાં સત્યમેવ જયતે 2નું શૂટિંગ કરશે જૉન - દિવ્યા ખોસલા

જૉન અબ્રાહમ, દિવ્યા ખોસલા કુમાર

જૉન અબ્રાહમ, દિવ્યા ખોસલા કુમાર

જૉન એબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર ‘સત્યમેવ જયતે 2’નું શૂટિંગ 2021ના જાન્યુઆરી સુધી લખનઉમાં કરશે. ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આજથી લખનઉમાં શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘પહેલા દિવસે અમે ફક્ત લીડ જોડી સાથે શૂટિંગ કરવાના છીએ. ત્યાર બાદ ધીમે-ધીમે હર્ષ છાયા, ગૌતમી કપૂર, શાદ રંધાવા, અનુપ સોની અને સાહિલ વૈદ જોડાશે. અમે લખનઉની દરેક જગ્યાએ શૂટિંગ કરીશું જેમાં હેરિટેજ પૅલેસ અને કૉટેજિસનો પણ સમાવેશ થાય છે. અમારા માટે કેટલીક લાઇવ લોકેશનને સીલ કરવામાં આવશે જેથી દર્શકોનો અમને ત્રાસ ન પડે. સ્પૉટ પર અમારી ટીમ અને ઍક્ટર્સ જ હાજર હશે.’
આ ફિલ્મના ઍક્શન શૉટ્સને પણ લખનઉના રસ્તા પર શૂટ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં પણ જૉને જાહેરમાં શૂટ કરવાની તૈયારી દેખાડી એ માટે મિલાપે તેનો આભાર માન્યો હતો. જોકે આ તેમના માટે એક ચૅલેન્જ છે, પરંતુ ભૂષણ કુમારે દરેક જગ્યાએ સેફ બનાવવાની બાંહેધરી આપી છે. આ વિશે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘લાઇવ લોકેશન પર શૂટિંગ કરવાનું ક્રૂ માટે ખૂબ જ ડરામણું હોઈ શકે છે. જોકે આ સમય બાદ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પણ આપવું જરૂરી છે. અમે જ્યારે આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવાનું નક્કી કર્યું હતું ત્યારે અમે 2018માં આવેલી ઓરિજિનલ ફિલ્મ કરતાં એને વધુ અદ્ભુત બનાવવાનું નક્કી કર્યું હતું. આ લૉકડાઉન દરમ્યાન મિલાપ અને જૉને સાથે મળીને એક્શન દૃશ્યને ખૂબ જ ઊંચાઈ પર લઈ ગયા છે.’
ભૂષણ કુમારની સાથે આ ફિલ્મને નિખિલ અડવાણી, ક્રિષ્ના કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી પ્રોડ્યુસ કરશે. નિખિલ અડવાણીના જણાવ્યા મુજબ આ ફિલ્મ પહેલાં મુંબઈ પર આધારિત હતી. જોકે કોરોના વાઇરસને કારણે સ્ક્રિપ્ટમાં બદલાવ કરી આ ફિલ્મનો બેઝ લખનઉ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી સુધી લખનઉમાં થશે અને ત્યાર બાદ મુંબઈના સ્ટુડિયોમાં થોડા દિવસનું શૂટિંગ કરવામાં આવશે.

21 October, 2020 05:58 PM IST | Mumbai | Mumbai Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોનૂ સૂદની હજારો ફૂટ લાંબી તસવીર જોઈ ચોંકી ઉઠ્યા લોકો, વીડિયો વાયરલ

થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

02 August, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંગીતકાર અનુ મલિક પર ઈઝરાયલના રાષ્ટ્રગીતની ધુન ચોરવાનો આક્ષેપ

સંગીતકાર અનુ મલિકને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

02 August, 2021 12:19 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તે આર. કે. નાયરનું પાત્ર ભજવી રહ્યો છે

02 August, 2021 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK