રણવીર અને દીપિકા કરી રહ્યાં છે બાળકોનાં નામ પર ચર્ચા

દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ છે?
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલદી જ ગુડ ન્યુઝ આપે એવી શક્યતા છે, કેમ કે આ બન્ને બાળકોનાં નામ પર ચર્ચા કરી રહ્યાં છે. રણવીરે તો છોકરો અને છોકરીઓનાં નામોનું લિસ્ટ બનાવી રાખ્યું છે. જોકે દીપિકા પ્રેગ્નન્ટ છે કે નહીં એ વિશે કંઈ જણાવ્યું નથી. નામ વિશે રણવીરે કહ્યું કે ‘હું આખો સમય નામ વિશે વિચારતો રહું છું. મને જાણ નથી કે હું શું કામ આવું કરું છું, કારણ કે મને એવું લાગે છે કે મારી અંદરનો કૉપી રાઇટર બહાર આવવા માગે છે. મને નામ પ્રતિ લગાવ છે. મને અનોખાં નામોનું આકર્ષણ છે. દરેક નામના અલગ ગુણ હોય છે. કેટલાક પાવરફુલ હોય છે, કેટલાક ક્યુટ હોય છે તો કેટલાંક નાનાં નામ હોય છે. મારી પાસે છોકરો અને છોકરીઓનાં નામોનું લિસ્ટ તૈયાર છે. હું એને સીક્રેટ રાખું છું, કારણ કે હું નથી ચાહતો કે એને કોઈ ચોરી કરી લે. હા, મારી પાસે લિસ્ટ છે. એ કાર્ડ મારી ખૂબ નજીક છે. હું કોઈને નથી જણાવતો. હું નથી ચાહતો કે એ સામાન્ય બની જાય. જોકે હું દીપિકા સાથે સતત ચર્ચા કરું છું.’