IFFI 2023: પ્રાઈમ વીડિયોએ આઈએફએફઆઈમાં દર્શકો માટે આ ફિલ્મ દ્વારા પડદો ઉઠાવ્યો અને ઓપનિંગ સેરેમનીમાં હજારો લોકોની હાજરીમાં સુખવિંદર સિંહે `કતરા કતરા`નું એક હ્રદયસ્પર્શી પ્રદર્શન રજૂ કર્યું.
એ વતન મેરે વતનની ટીમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં
IFFI 2023: પ્રાઈમ વીડિયોએ 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI) દરમિયાન પોતાની મોસ્ટ અવેઇટેડ ઓરિજિનલ ફિલ્મ `એ વતન મેરે વતન`નું એક્સક્લૂઝિવ શૉકેસિંગ કર્યું, જે સત્ય ઘટનાઓથી પ્રેરિત એક થ્રિલર ડ્રામા છે. આ એશિયાનો સૌથી જૂનો અને ભારતનો સૌથી આઇકૉનિક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. તો એ વતન મેરે વતનની વાત કરીએ તો આ કન્નન અય્યર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને આ દરબ ફારૂકી અને અય્યર દ્વારા લખાયેલ છે. ધર્માટિક એન્ટરટેઈન્મેન્ટ પ્રૉડક્શનની આ ફિલ્મ કરણ જોહર, અપૂર્વ મેહતા અને સોમેન મિશ્રા દ્વારા નિર્મિત છે. જ્યારે આ ફિલ્મનું પ્રીમિયર આવતા વર્ષની શરૂઆતમાં થવાનું છે, પ્રાઈમ વીડિયોએ આઈએફએફઆઈમાં દર્શકો માટે આ ફિલ્મ દ્વારા પડદો ઉઠાવ્યો અને ઓપનિંગ સેરેમનીમાં હજારો લોકોની હાજરીમાં સુખવિંદર સિંહે `કતરા કતરા`નું એક હ્રદયસ્પર્શી પ્રદર્શન રજૂ કર્યું. ત્યાર બાદ 21 નવેમ્બરના રોજ ક્રિએટર્સ અને પ્રતિભાઓ સાથે ઈતિહાસમાંથી પ્રેરણા લઈને આજના દર્શકો માટે એક વ્યાપક અનુભવ બનાવવાની ચર્ચા કરવામાં આવી.
IFFI 2023: ઓપનિંગ સેરેમનીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઈનડોર સ્ટેડિયમમાં એનર્જી, ઈમોશન્સ અને પૉઝિટિવિટીનો માહોલ જોવા મળ્યો, જ્યારે દેશના એક સૌથી ટેલેન્ડેટ સિંગર્સ, સુખવિંદર સિંહે પોતાના દેશભક્તિ ગીતના પ્રદર્શનથી દર્શકોને દીવાના કરી દીધા. આ દરમિયાન ઈવેન્ટમાં સારા અલી ખાન સાથે નિર્માતા અપૂર્વ મેહતા, કરણ જોહર, નિર્દેશક કન્નન અય્યર સહિત પ્રાઈમ વીડિયો દ્વારા ઓરિજિનલ્સ, ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના પ્રમુખ અપર્મા પુરોહિત પણ હાજર હતા. કાસ્ટ અને ક્રિએટર્સે ભારતીય સ્ટોરીઝ અને સ્ટોરીરાઈટર્સ માટે પોતાની પ્રતિભા અને કામનું પ્રદર્શન કરવા માટે એક શાનદાર મંચ બનાવવા માટે આઈએફએફઆઈના આયોજકોનો આભાર માન્યો.
ADVERTISEMENT
IFFI 2023: આજે સવારે, પ્રાઇમ વિડિયોએ આ એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા ખાતે પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી સંજીબ શંકરના સન્માન સાથે સત્રની શરૂઆત થઈ. આ 60-મિનિટની વાર્તાલાપનું ધ્યાન એ હતું કે કેવી રીતે ભારતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને જીવંત કરી શકાય અને સ્ટોરીટેલિંગ દ્વારા વર્તમાન ભારતમાં સકારાત્મક સામાજિક અને સાંસ્કૃતિક પ્રભાવ માટે પાઠ શીખી શકાય. આ સેશનમાં કરણ જોહર, અપૂર્વા મહેતા અને અપર્ણા પુરોહિતે સ્ટોરી ટેલિંગને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ વિશે વાત કરી. તે જ સમયે, કન્નન અય્યરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે વાર્તા સાચી ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત હોય છે ત્યારે વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે. જ્યારે મુખ્ય અભિનેત્રી સારા અલી ખાને જણાવ્યું હતું કે કેવી રીતે આવી સામગ્રી માત્ર સમૃદ્ધ ઇતિહાસને જીવંત રાખે છે, પરંતુ યુવા પેઢીને તેમાંથી પ્રેરણા લેવા માટે વધુ સારી આવતીકાલનું નિર્માણ કરવા માટે પણ પ્રેરિત કરે છે.
IFFI 2023: પ્રાઈમ વીડિયોમાં ઓરિજિનલ્સ, ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાની પ્રમુખ અપર્ણા પુરોહિતે કહ્યું, "પ્રાઈમ વીડિયોમાં, અમે આપણા દેશની વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ટેપેસ્ટ્રીને પ્રદર્શિત કરતા આપણાં દર્શકો સાથે જોડાતી અને લોકોને તેમના મૂળીયા સાથે જોડનારી સ્ટોરીઝ આપવા માટે કમિટેડ છે." તેમણે આગળ કહ્યું, "એ વતન મેરે વતન સાથે અણને આનંદ છે કે અમે આપણા ઇતિહાસની વણકહી વાર્તાઓ સામે લાવી રહ્યા છીએ, તે ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ છે જેમણે ભારતની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું. આ રસપ્રદ સ્ટોરી, હ્રદય સ્પર્શી સાઉન્ડટ્રેક અને એક સ્વતંત્રતા સેનાની તરીકે સારા અલી ખાનનું અસામાન્ય પાત્ર, એક પ્રભાવશાળી અને યાદગાર અનુભવ દર્શાવે છે જેના પર ગર્વ કરી શકાય છે."
કરણ જોહરે જણાવ્યું કે, "IFFI પોતાના 54 વર્ષમાં છે અને ખરેખર આ એક ખૂબ જ સુંદર તહેવાર છે જે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. જ્યારે પણ હું અહીં આવ્યો છું, મેં હંમેશા સિનેમા પ્રત્યે સાચા પ્રેમની સકારાત્મક ઉર્જા અનુભવી છે. એ વતન મેરે વતન વિશે વાત કરું તો આ ખરેખર એક પ્રેરણાદાયક વાર્તા છે જે અમે સત્ય ઘટનાઓની કેટલીક સ્ટોરીઝ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમણે આપણા દેશ પ્રત્યેના પ્રેમ વિશે ખૂબ જ સુંદર સંદેશા આપ્યા છે. અહીં આ ફિલ્મ ફેસ્ટિવલમાં આવીને અમે ખૂબ જ ખુશ છીએ, દર્શકો આ ફિલ્મ આવતા વર્ષે જોઈ શકશે."
IFFI 2023: જ્યારે તમે એક પીરિયડ ફિલ્મ બનાવો છો, તે સમયે અને યુગ સાથે તમારે જોડાવાની જરૂર હોય છે. પ્રી-ઈન્ડિપેન્ડેન્સ એરાનું સ્વરૂપ અને તેના અનુભવને ફરીથી રજૂ કરવા માટે રચનાત્મક પ્રક્રિયાના માધ્યમે ઘણું કામ કરવામાં આવ્યું. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે એક સારી ફિલ્મ બનાવી છે. એ વતન મેરે વતન ગુમનામ નાયકો અને તેમના દ્વારા જૂદી જૂદી રીતે લડવામાં આવેલી લડાઈને એક શ્રદ્ધાંજલિ છે. સ્ટોરીમાં તમારા અધિકારો અને અન્યાય માટે ઊભા રહેવાનો એક મહત્વપૂર્ણ સંદેશ છે અને મને આશા છે કે લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડશે. - અપૂર્વ મેહતા
કન્નન અય્યરે જણાવ્યું કે, "અમે 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન જે વાસ્તવિક ઘટનાઓ નિર્માણ થઈ તેનો સાર જાળવી રાખ્યો છે. પણ આની સાથે જ હું એ પણ કહેવા માગીશ કે અમે દર્શકો માટે આ સ્ટોરીને આકર્ષક બનાવવા માટે રચનાત્મક સ્વતંત્રતા લીધી છે. હું એ પણ કહેવા માગીશ કે સારાએ જે પાત્ર ભજવ્યું છે તેમાં દરેક ઝીણવટો તે સમજી છે. તે એક આધુનિક યુવા મહિલા છે, જે આ પાત્રમાં ખૂબ જ સરળતાથી પોતાને ઢાળી શકી."
સારા અલી ખાન જણાવે છે કે, "આ એક એવી સ્ટોરી છે જે કહેવી જોઈએ. આ દેશમાં ઘણો બધો ઈતિહાસ છે, ઘણાંબધા એવા ગુમનામ નાયકો છે. તેમની સ્ટોરીઝ દેશ અને આગામી પેઢીને પ્રેરિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફિલ્મ દ્વારા અમે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનના તેમના બલિદાન, તેમની બહાદૂરી અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. મારે માટે એ વતન મેરે વતન અલ્ટિમેટ લવ સ્ટોરી છે- પોતાના દેશ માટે પ્રેમ અને તેનું પ્રતીક છે."