કંગના રનોટનું કહેવું છે કે યોગ્ય સમય આવતાં તેનાં પણ લગ્ન થઈ જશે. તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’ના પ્રમોશનમાં બિઝી છે.
કંગના રનૌત
કંગના રનોટનું કહેવું છે કે યોગ્ય સમય આવતાં તેનાં પણ લગ્ન થઈ જશે. તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર લીડ રોલમાં છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ફિલ્મ ૨૩ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન દરમ્યાન લગ્ન વિશે કંગનાએ કહ્યું કે ‘દરેકનો સમય હોય છે અને જો એ સમય મારી લાઇફમાં આવશે તો લગ્ન પણ થઈ જશે. મારે પણ લગ્ન કરવાં છે અને પરિવાર વસાવવો છે. જોકે એ બધું તો યોગ્ય સમયે જ થવાનું છે.’


