સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે મેઘના ગુલ્ઝારને કારણે તે સિલુ માણેકશાનું પાત્ર ભજવી શકી છે. વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં તે તેમની પત્નીના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે મેઘના ગુલ્ઝારને કારણે તે સિલુ માણેકશાનું પાત્ર ભજવી શકી છે. વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં તે તેમની પત્નીના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઇન્ડિયાના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશાની લાઇફ પર આધારિત છે. સિલુ માણેકશાના પાત્ર વિશે વાત કરતાં સાન્યાએ કહ્યું કે ‘હું આ પાત્ર માટે સો ટકા મેઘના ગુલઝારનો આભાર માનીશ, કારણ કે તેના કારણે હું સિલુ માણેકશાનું પાત્ર ભજવી શકી છું. આ પાત્રને યોગ્ય રીતે ભજવવું એ ચૅલેન્જ હતી. તેમની દીકરીઓની તેમની મમ્મીના પાત્રને લઈને શું ઇચ્છા હતી એ મને મેઘના ગુલઝાર દ્વારા ખબર પડી હતી. આ પાત્રને લઈને પ્રેશર હતું, પરંતુ હું ઉત્સુક હતી કે એક ઍક્ટર તરીકે મારા માટે આ પાત્ર ભજવવું એ ખૂબ જ મોટી ઑપોર્ચ્યુનિટી હતી. તેમ જ નવું શીખવાની અને નવું પાત્ર ભજવવાની પણ તક હતી. આ ફિલ્મમાં કેટલાંક દૃશ્યો એવાં પણ છે જેમાં ખબર પડશે કે આપણા જવાન અને તેમની ફૅમિલીઓ કેવી પરિસ્થિતિમાં શું કરે છે.’


