સલમાન ખાનની ‘ટાઇગર’ સિરીઝની આ ત્રીજી ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે અને એથી તેને હૅટ-ટ્રિકની ફીલિંગ આવી રહી છે. ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ બાદ આ ‘ટાઇગર 3’ આવી છે.
સલમાન ખાન
સલમાન ખાનની ‘ટાઇગર’ સિરીઝની આ ત્રીજી ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે અને એથી તેને હૅટ-ટ્રિકની ફીલિંગ આવી રહી છે. ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ બાદ આ ‘ટાઇગર 3’ આવી છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં આ સલમાનની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ વિશે વાત કરતાં સલમાને કહ્યું કે ‘ઍક્શન હીરો હોવાનો મને ગર્વ છે અને મને ખુશી છે કે લોકોએ મને આ અવતારમાં પસંદ કર્યો છે. આ સિરીઝ સાથે વારંવાર સફળતા મેળવવાની ખુશી જ અલગ છે. લોકોને ખુશ કરવા સરળ નથી. સતત નવું કરતા રહેવું પડે છે અને લોકોને નવું દેખાડવું પડે છે. મારા પર લોકોએ વર્ષોથી જે પ્રેમ વરસાવ્યો છે એ માટે હું તેમનો આભારી છું. મારી ‘ટાઇગર’ ફ્રૅન્ચાઇઝીને પણ લોકોએ જે પ્રેમ આપ્યો છે માટે પણ હું તેમનો આભારી છું. મેં અત્યાર સુધીમાં ત્રણ વાર ટાઇગરની ભૂમિકા ભજવી છે. આથી મારા માટે આ સફળતા હૅટ-ટ્રિકની ફીલિંગ સમાન છે. આ એક એવું પાત્ર છે જેના માટે મેં હંમેશાં મારી બૉડી સાથે રિસ્ક લીધું છે. હકીકતમાં તો મેં આ માટે મારું બધું આપી દીધું છે અને એથી મારા માટે આ ફ્રૅન્ચાઇઝીની સફળતા ખૂબ જ પર્સનલ છે.’
બસો કરોડની ક્લબમાં જલદી એન્ટર થશે ‘ટાઇગર 3’
સલમાન ખાનની ‘ટાઇગર 3’ ઍડ્વાન્સ બુકિંગ અને દિવાળીને કારણે સારો બિઝનેસ કરી રહી છે. ૧૨ નવેમ્બરે દિવાળીમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. રિલીઝના ત્રણ દિવસમાં જ ફિલ્મે સો કરોડનો બિઝનેસ કરી લીધો હતો. હવે બસો કરોડના કલેક્શનની પણ એ ખૂબ નજીક છે. ફિલ્મના પાંચ દિવસના હિન્દીના કલેક્શનની વાત કરીએ તો રવિવારે ૪૩ કરોડ, સોમવારે ૫૮ કરોડ, મંગળવારે ૪૩.૫૦, બુધવારે ૨૦.૫૦ કરોડ અને ગુરુવારે ૧૮ કરોડની સાથે કુલ ૧૮૩ કરોડનો બિઝનેસ કર્યો છે. તામિલ અને તેલુગુ વર્ઝને રવિવારે ૧.૫૦ કરોડ, સોમવારે ૧.૨૫ કરોડ, મંગળવારે ૧.૨૫, બુધવારે ૭૫ લાખ અને ગુરુવારે પચાસ લાખની સાથે ૫.૨૫ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. આ રીતે ‘ટાઇગર 3’નાં હિન્દી, તામિલ અને તેલુગુ વર્ઝને કુલ મળીને ૧૮૮.૨૫ કરોડનો વકરો કરી લીધો છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ પણ લોકોને પસંદ પડી રહી છે.
ADVERTISEMENT
‘ટાઇગર 3’ માટે મને પરિવાર તરફથી જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે એ ખૂબ સ્પેશ્યલ છે. મારા સસરા શામજી સિનિયર ઍક્શન ડિરેક્ટર છે. એનાથી તેઓ અતિશય ખુશ છે. તેઓ કહે છે કે ‘તેં મને ગર્વ અપાવ્યો છે. બધા કહી રહ્યા છે કે તેં ખૂબ સરસ ઍક્શન કરી છે.’ - કૅટરિના કૈફ, સસરાએ ‘ટાઇગર 3’ માટે કરેલી કમેન્ટ વિશે