° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


માન્યતા છે મારા ધમાકેદાર પુનરાગમન પાછળનું કારણ

03 December, 2012 06:34 AM IST |

માન્યતા છે મારા ધમાકેદાર પુનરાગમન પાછળનું કારણ

માન્યતા છે મારા ધમાકેદાર પુનરાગમન પાછળનું કારણ
સંજયના પ્રોડક્શન-હાઉસની કામગીરી પર માન્યતા નજર રાખે છે. આ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં સંજય કહે છે, ‘મારી ફિલ્મોને સફળતા મળે તો મને બહુ ખુશી થાય એ સ્વાભાવિક છે. મારા જીવનમાં જે ખુશી છે એનું સંપૂર્ણ શ્રેય હું માન્યતાને આપું છું. મારા પ્રોડક્શન-હાઉસની બધી જવાબદારી માન્યતા જ સંભાળી રહી છે. અમે શરૂઆતમાં એકસાથે ત્રણથી ચાર ફિલ્મો પર કામ શરૂ કરવાનાં છીએ. ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે હું નહીં પણ માન્યતા જ રહેશે, કારણ કે મને ખબર છે હું પ્રોડ્યુસર તરીકે સાવ નકામો છું. હું પ્રેમને કારણે લોકોને કાંઈ કહી નથી શકતો અને મારી આ દરિયાદિલીને કારણે જ લોકો મને પ્રેમ કરે છે. જોકે આને કારણે જ પ્રોડ્યુસર તરીકે હું ક્યારેય કડક રીતે કામ ન કરી શકું. માન્યતા આ બધાને બહુ સારી રીતે કન્ટ્રોલ કરી શકે છે.’

પોતાનાં સંતાનો વિશે વાત કરતાં સંજય કહે છે, ‘હું કામમાં બહુ વ્યસ્ત રહું છું. મને સમય મળે તો હું મારાં સંતાનો શાહરાન અને ઇકરા સાથે રમવાનું વધુ પસંદ કરું છું. મારા જીવનમાં આ ખુશી પણ માન્યતાને કારણે જ આવી છે. માન્યતા મારા જીવનનો ખાસ હિસ્સો છે. એક તબક્કે હતાશ થઈને મેં કરીઅરમાં ધ્યાન આપવાનું સાવ ઓછું કરી નાખ્યું હતું, પણ માન્યતાને કારણે હું સફળ પુનરાગમન કરી શક્યો છું. સંતાનોને મોટાં થતાં જોવાં એ પણ એ લહાવો છે. મારી મોટી દીકરી ત્રિશલા જ્યારે નાની હતી ત્યારે હું તેની સાથે આ બધી ક્ષણો નહોતો માણી શક્યો. કાશ, હું એ સમય તેની સાથે પણ માણી શક્યો હોત.’

03 December, 2012 06:34 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કૉન્ડોમ ટેસ્ટરવાળી રકુલની ફિલ્મનું નામ ‘છત્રીવાલી’

ફિલ્મ એક સોશ્યલ-કૉમેડી છે. ફિલ્મને ‘બકેટ લિસ્ટ’નો ડિરેક્ટર તેજસ વિજય દેવસકર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં હળવી કૉમેડી જોવા મળશે. ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

08 May, 2021 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કોઈ પણ ધર્મના ભેદભાવ વગર લોકો એકબીજાની મદદ કરી રહ્યા છેઃ ક્રિતી

આખરે આપણે તો છીએ માનવજાત, જે કોઈ પણ ભેદભાવ વગર એકબીજાનાં દર્દને ઓળખે છે. જરૂરતમંદ લોકોને જોઈને ખૂબ દુઃખ થાય છે. આપણે એ વિશે માહિતી ફેલાવીને એ વ્યક્તિને મદદ કરીએ છીએ. 

08 May, 2021 12:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પદ્મશ્રીથી સન્માનિત સંગીતકાર વનરાજ ભાટિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો બૉલીવુડે

વનરાજ ભાટિયા ભારતીય ન્યુ વેવ સિનેમા માટે ખૂબ જ જાણીતા હતા. શ્યામ બેનેગલની ‘અંકુર’ અને નસીરુદ્દીન શાહની ‘જાને ભી દો યારો’ના મ્યુઝિક માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.

08 May, 2021 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK