Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિટનેસની જર્નીમાં પોતાના ટ્રેઇનરનો આભાર માન્યો હૃતિકે

ફિટનેસની જર્નીમાં પોતાના ટ્રેઇનરનો આભાર માન્યો હૃતિકે

04 March, 2023 01:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિક રોશને તેના ફિટનેસ ટ્રેઇનર ક્રિસ ગેથિનનો આભાર માન્યો છે. હૃતિક તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ માટે તૈયારી કરી રહ્યો છે.

ફિટનેસની જર્નીમાં પોતાના ટ્રેઇનરનો આભાર માન્યો હૃતિકે

ફિટનેસની જર્નીમાં પોતાના ટ્રેઇનરનો આભાર માન્યો હૃતિકે


હૃતિક રોશને તેના ફિટનેસ ટ્રેઇનર ક્રિસ ગેથિનનો આભાર માન્યો છે. હૃતિક તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ માટે તૈયારી કરી રહ્યો છે. એના માટે તેણે સખત ટ્રેઇનિંગ પણ લીધી છે. પોતાના ટ્રેઇનર સાથેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં હૃતિકે શૅર કર્યો છે. એમાં હૃતિકને તેનો ટ્રેઇનર ટ્રેઇનિંગ આપી રહ્યો છે. એમાં દેખાય છે કે ટ્રેઇનિંગ દરમ્યાન હૃતિક કેટલું કષ્ટ સહન કરી રહ્યો છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી, ‘મારો ફ્રેન્ડ અને ટ્રેઇનર ક્રિસ ગેથિન તેના ઘરે અમેરિકા પાછો જઈ રહ્યો છે. અમારા બીજા તબક્કા માટે હજી ૧૦ અઠવાડિયાં બાકી છે અને છ મહિનાની સખત મહેનત તો ઊભી જ છે. એનાથી તો હું વધુ સંતુષ્ટ, વધુ ચાર્જ્ડ, વધુ આકર્ષિત અને આ પ્રોસેસથી ખૂબ શાંતિ અનુભવું છું. ક્રિસ, કામ પ્રત્યેની તારી પ્રામાણિકતા, તારા જ્ઞાન અને બુદ્ધિમત્તાને તું જિમમાં લઈ આવે છે એના માટે તને થૅન્ક યુ કહેવું પૂરતું નથી. એક વાત તો નક્કી છે કે વિશ્વને તારા જેવા પુરુષોની વધુ જરૂર છે. સ્પષ્ટપણે કહું તો આવા ટ્રાન્સફૉર્મેશન માટે ભવિષ્યમાં પણ તારી સાથે કામ કરવું ગમશે. તારી એનર્જી અને તારો જોશ મારા પર પણ વરસે એવી આશા છે. તારું ધ્યાન રાખજે. તને જલદી જ મળીશ.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK