હૃતિકને દક્ષિણના અભિનેતા જુનિયર એનટીઆર સાથે આ ગીતનું શૂટિંગ કરતી વખતે ઈજા થઈ છે. હવે આ ગીત મે મહિનામાં શૂટ થશે.
હૃતિક રોશન
રિપોર્ટ છે કે ‘વૉર 2’ના શૂટિંગ દરમ્યાન હૃતિક રોશન ઘાયલ થયો છે. એક ગીતના શૂટિંગ દરમ્યાન તેને પગમાં ઈજા થતાં શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. હાલમાં ડૉક્ટર્સે હૃતિકને ચાર અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપી છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ એક હાઈ એનર્જી સૉન્ગ છે. હૃતિકને દક્ષિણના અભિનેતા જુનિયર એનટીઆર સાથે આ ગીતનું શૂટિંગ કરતી વખતે ઈજા થઈ છે. હવે આ ગીત મે મહિનામાં શૂટ થશે.
મળતી માહિતી પ્રમાણે બાકીના કલાકારોએ તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થશે.

