છુટ્ટી લેવી કે પછી કસરત કરવી એ મારા પર હતું

હૃતિક રોશન
હૃતિક રોશને તેનો એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે તેને બાઇસેપ્સમાં સતત ઇન્જરી રહેતી હોવા છતાં તેણે કસરત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે તેના જિમ ટ્રેઇનર સાથેનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
આ વિડિયો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘એ દિવસની સવારે હસવું અમારા એજન્ડામાં નહોતું. મને યાદ છે કે હું ઊઠ્યો ત્યારે એકદમ નબળો હતો. એ દિવસે બૅક અને બાઇસેપ્સનો દિવસ હતો. બન્ને મારી ઇન્જરી માટે ચિંતાનો વિષય છે. સેટ્સ અને રેપ્સ પર નજર કરું તો ક્રિસ દ્વારા એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધુ રાખવામાં આવી હતી.
ટેન્ડનની મારી ઇન્જરી જાણે ફરી ઊભી થઈ ગઈ હોય એવું લાગતું હતું. એ દિવસે મને કસરત કરવાની ઇચ્છા નહોતી. મને ડર લાગી રહ્યો હતો. એ સમયે કસરત કરવી કે નહીં એનો નિર્ણય મારા પર છોડવામાં આવ્યો હતો.
છુટ્ટી લેવી કે પછી કસરત કરવી એ મારા પર હતું. મારા દિમાગમાં એ ચાલી રહ્યું હતું કે જો હું એને સારી રીતે પાર પાડીશ તો હું સારું ફીલ કરીશ અને એક ઉદાહરણ પૂરું પાડીશ. જો હું એમાં નિષ્ફળ રહ્યો તો હું સારું ફીલ કરીશ કે મેં કોશિશ તો કરી અને એમાંથી શીખીશ પણ કરો. હું શીખીશ તો ભવિષ્યમાં આવી ઇન્જરીથી દૂર રહીશ. બન્ને રીતે હું શરૂ કરું એ મારા માટે જીત જ હતી. મેં નક્કી કર્યું કે હું કસરત કરીશ.’