ચાહકો માની રહ્યા છે કે તેઓ ક્રિશ 4ની મહત્ત્વની ચર્ચા માટે ન્યુ યૉર્કમાં ભેગાં થયાં
હૃતિક રોશન અને પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા પ્રિયંકાના પતિ નિક જોનસના શોમાં સાથે જોવા મળ્યાં હતાં
હૃતિક રોશન અને પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલા પ્રિયંકાના પતિ નિક જોનસના શોમાં સાથે જોવા મળ્યાં હતાં. તેમની આ મુલાકાતની તસવીરો પણ વાઇરલ થઈ છે. હૃતિક અને પ્રિયંકા આ પહેલાં પણ ‘ક્રિશ’ સિરીઝની ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં છે અને હવે હૃતિકના ડિરેક્શનમાં બનનારી આગામી ફિલ્મ ‘ક્રિશ 4’માં પણ સાથે કામ કરી રહ્યાં છે એવી ચર્ચા છે.
હાલમાં હૃતિક અને પ્રિયંકા જ્યારે અમેરિકામાં હતાં ત્યારે તેમની સાથે તેમના પાર્ટનર્સ અનુક્રમે સબા આઝાદ અને નિક જોનસ પણ હતાં. આ મુલાકાત પછી હૃતિકે તસવીર શૅર કરીને તેમને શો માટે આમંત્રણ આપવા બદલ પ્રિયંકાનો આભાર માન્યો હતો. જોકે આ તસવીર વાઇરલ થયા પછી તેમના ચાહકો એવું માની રહ્યા છે કે તેઓ ‘ક્રિશ 4’ની મહત્ત્વની ચર્ચા માટે અમેરિકામાં ભેગાં થયાં હશે.
ADVERTISEMENT
ક્રિશ 4માંથી જબરદસ્ત કમાણી કરવાનો પ્રિયંકાનો માસ્ટરપ્લાન
ફિલ્મ માટે ઍક્ટ્રેસ ટોચના સ્ટાર્સની સ્ટ્રેટૅજી પ્રમાણે ફિક્સ ફી લેવાને બદલે પ્રૉફિટ-શૅરિંગ મૉડલને ધ્યાનમાં રાખીને પૈસા લેશે
પ્રિયંકા ચોપડા હૉલીવુડમાં સેટલ થયા પછી ફરી બૉલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તલપાપડ છે. તે એસ. એસ. રાજમૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે જોવા મળશે અને હૃતિક રોશનની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘ક્રિશ 4’માં પણ જોવા મળશે એવી ચર્ચા છે. આ બે ફિલ્મને કારણે પ્રિયંકાનું નામ ફરીથી બૉલીવુડની હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસ તરીકે ચર્ચાવા લાગ્યું છે.
રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાને ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મમાં કામ કરવા માટે ૩૦ કરોડ રૂપિયા જેટલી ફી ચૂકવવામાં આવી છે અને ‘ક્રિશ 4’ માટે પણ ૨૦-૩૦ કરોડ રૂપિયાની રેન્જમાં ફી ચૂકવવામાં આવશે. જોકે એક બીજી ચર્ચા પ્રમાણે ‘ક્રિશ 4’ માટે પ્રિયંકા ટોચના સ્ટાર્સની સ્ટ્રેટૅજી પ્રમાણે ફિક્સ ફી લેવાને બદલે પ્રૉફિટ-શૅરિંગ મૉડલને ધ્યાનમાં રાખીને ફી માગવાની છે.
‘ક્રિશ 4’માં હૃતિક ઍક્ટિંગની સાથોસાથ ડિરેક્શનની જવાબદારી પણ સંભાળશે. આ ફિલ્મને બહુ મોટા સ્કેલ પર બનાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ની શરૂઆતમાં સ્ટાર્ટ થશે અને પ્રિયંકા આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહી છે.

