° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


કરીના અને પ્રિયંકા ફાઇનલી ફ્રેન્ડ્સ?

27 December, 2012 06:45 AM IST |

કરીના અને પ્રિયંકા ફાઇનલી ફ્રેન્ડ્સ?

કરીના અને પ્રિયંકા ફાઇનલી ફ્રેન્ડ્સ?મોટા ભાગની હિરોઇનો કદી પોતાની સમકાલીન અને સમવયસ્ક હિરોઇનો સાથે ક્યારેય ફ્રેન્ડશિપ કરી શકતી નથી. કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા વચ્ચે પણ આવું જ કંઈક હતું, પરંતુ હવે એવું લાગે છે કે આ વાત ભૂતકાળ બની જાય. જો ફરતી અફવાઓને સાચી માનવામાં આવે તો એવું કહેવાઈ રહ્યું છે કે આ બન્ને હિરોઇનો હવે હાથ મિલાવે એવી શક્યતા છે. જોકે સવાલ એ છે કે ખરેખર એવું થશે કે કેમ?

આ પહેલાં બેબો અને પ્રિયંકા વચ્ચે અવારનવાર શાબ્દિક યુદ્ધ થયું છે. એ મિડિયા સામે હોય કે ટીવીના કોઈ ચૅટ-શોની વાત હોય. બન્ને વચ્ચે તેમની પ્રોફેશનલ તેમ જ પર્સનલ બાબતોએ પણ વારંવાર ભીડંત થઈ છે. એક સમયે બન્ને વારાફરતી શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.

આ બધા છતાં ઇમરાન ખાનની હાઉસ-વૉર્મિંગ પાર્ટીમાં તેમને જોતાં બધું સારું થઈ જાય એવું લાગી રહ્યું છે. ઇમરાને કરીના અને પ્રિયંકા બન્નેને ઇન્વાઇટ કયાર઼્ હતાં. નજરે જોનારાઓનું કહેવું છે કે બન્ને જણે એકમેક સાથે સારી રીતે વાતચીત કરી હતી. બન્નેને નૉન-સ્ટૉપ વાતો કરતાં જોઈને ત્યાં હાજર સૌ અચંબિત થઈ ગયા હતા. બન્ને જણે એકસાથે લગભગ કલાક જેટલો સમય ગાળ્યો હશે. બન્ને ઘરના એક ખૂણામાં જઈને વાતો કરવામાં મશગૂલ થઈ ગયેલાં. હસીમજાક અને મશ્કરી ચાલતી હોય એવું જણાતું હતું.

તેમની વાતચીતમાં ત્રીજું કોઈ જ સાથે નહોતું. તેઓ જેવા મળ્યાં એવાં તરત જ જાણે જૂનાં ફ્રેન્ડ્સ હોય એમ વાતે વળગ્યાં હતાં. હવે જોવાનું એ છે કે તેમની આ દોસ્તી નવા વરસમાં પણ આવી જ હૂંફાળી રહે છે કે નહીં.

બન્ને વચ્ચેની નોંકઝોંકની ઘટનાઓ


૨૦૦૭ : બન્નેએ ‘ઐતરાઝ’માં સાથે કામ કર્યું. એ પછી દરેક વખતે બન્ને મિડિયા સામે એકબીજાના વખાણ કરતાં થાકતી નહોતી.

ડિસેમ્બર ૨૦૦૭ : કરીનાએ કહેલું કે રાની મુખરજી સિવાય બીજી કોઈ સમકાલીન હિરોઇનોને તે ઍક્ટ્રેસ નથી ગણતી. એ વાતનો પ્રિયંકાએ જવાબ આપતાં કહેલું કે ‘બેબો મારાથી ઘણી સિનિયર છે અને તે મારા કરતાં વધુ મૅચ્યોર અભિનેત્રી છે.’

ડિસેમ્બર ૨૦૧૦ : કરીનાએ ‘કૉફી વિથ કરણ’માં પ્રિયંકાને તેના ઉચ્ચારો માટે ઉતારી પાડેલી. એના વળતા જવાબમાં પ્રિયંકાએ તેના બૉયફ્રેન્ડ સૈફ અલી ખાનના ઉચ્ચ્ાારો બાબતે કમેન્ટ કરી.

જાન્યુઆરી ૨૦૧૧ : મુંબઈ પોલીસ માટેની ઇવેન્ટમાં એવું લાગતું હતું કે કદાચ તેમની વચ્ચે પૅચ-અપ થઈ જશે. પફોર્ર્મન્સ દરમ્યાન પ્રિયંકા, શાહરુખ, સૈફ અલી અને કરીના ચારેય સાથે દેખાયેલા.

સપ્ટેમ્બર ૨૦૧૨ : કરીનાની ‘હિરોઇન’ના પ્રમોશન દરમ્યાન બન્ને હિરોઇનોએ એકબીજાની ફિલ્મો માટે કટાક્ષો કર્યા હતા.

27 December, 2012 06:45 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar
બૉલિવૂડ સમાચાર

કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે ગુરદ્વારામાં બે કરોડનું દાન કર્યું અમિતાભ બચ્ચને

સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હોવાથી બિગ બીએ પોતાના દ્વારા કરવામાં મદદની વિગત જાહેર કરી

11 May, 2021 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મિશન ઑક્સિજન

કોરોનાના ત્રીજા ફેઝ માટે ફ્રાન્સથી ઑક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યો છે સોનુ સૂદ

11 May, 2021 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK