આપણે સેક્યુલર અને લોકશાહી વિશે ચર્ચા કરીએ છીએ તો પછી એમાં ધર્મને શું કામ વચ્ચે લાવીએ છીએ? - નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહનું કહેવું છે કે મુસલમાનોને નફરત કરવાનું હવે ફૅશન બની ગયું છે. ખાસ કરીને શિક્ષિત લોકોમાં. મુસ્લિમ લોકોને નફરત કરવાનું લોકોના મનમાં ઠોકી બેસાડવામાં આવ્યું છે. એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘વર્તમાન સમય ચિંતાજનક છે. સ્ક્રીન પર જે દેખાડવામાં આવે છે એ આપણી આસપાસ ઘટે છે. મુસલમાનોને નફરત કરવાની આજકાલ ફૅશન બની ગઈ છે. ખાસ કરીને શિક્ષિત લોકોમાં પણ આ સમાયેલું છે. સત્તાધારી પક્ષે પણ ચતુરાઈથી લોકોમાં એ બાબત બેસાડી છે. આપણે સેક્યુલર અને લોકશાહી વિશે ચર્ચા કરીએ છીએ તો પછી એમાં ધર્મને શું કામ વચ્ચે લાવીએ છીએ? જો કોઈ મુસ્લિમ નેતા એમ કહે કે અલ્લાહુ અકબર બોલીને વોટનું બટન દબાવો તો વિવાદ મચી જાય છે. આવી જ વસ્તુ આપણા વડા પ્રધાન કરે છે. મારું માનવું છે કે આવી વસ્તુઓ હટવી જોઈએ. સરકાર દ્વારા આ વસ્તુ ચાલાકીથી ઠસાવવામાં આવી છે. હવે જોઈએ ક્યાં સુધી આવું ચાલ્યા કરે છે.’