હર્ષાલીએ કથક ડાન્સના ક્લાસ અને શૂટિંગની સાથે તેના અભ્યાસને પણ સારી રીતે બૅલૅન્સ કરી દેખાડ્યો છે.
હર્ષાલી મલ્હોત્રા
સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’માં ‘મુન્ની’ના પાત્રમાં જોવા મળેલી હર્ષાલી મલ્હોત્રાના દસમા ધોરણમાં ૮૩ ટકા આવ્યા છે. તેણે એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેના વિશે હેટર્સ જે કમેન્ટ કરી રહ્યા હતા એનો તેણે આભાર માન્યો છે. સોશ્યલ મીડિયા પર તેના વિશે જે ટીકા કરવામાં આવે છે એના કારણે તેને અભ્યાસ કરવામાં વધુ પ્રેરણા મળી હોવાનું તેણે જણાવ્યું હતું. હર્ષાલીએ કથક ડાન્સના ક્લાસ અને શૂટિંગની સાથે તેના અભ્યાસને પણ સારી રીતે બૅલૅન્સ કરી દેખાડ્યો છે.

