Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૅચલર પાર્ટીને એન્જૉય કરી હંસિકાએ

બૅચલર પાર્ટીને એન્જૉય કરી હંસિકાએ

28 November, 2022 02:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હંસિકા ટૂંક સમયમાં ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની


હંસિકા મોટવાણીએ પોતાના ફ્રેન્ડ્સ સાથે ગ્રીસમાં બૅચલર પાર્ટી એન્જૉય કરી છે. તે ટૂંક સમયમાં ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે. તે ‘અવન્ત’ નામની ગાર્મેન્ટ બ્રૅન્ડનો માલિક છે. સોહેલે પૅરિસના આઇફલ ટાવર પાસે તેને પ્રપોઝ કર્યું હતું, એનો ફોટો હંસિકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેમણે પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત પણ કરી દીધી છે. એને માટે તેમણે માતા કી ચૌકી સાથે પ્રી-વેડિંગની શરૂઆત કરી હતી.

 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hansika Motwani (@ihansika)


હવે હંસિકાએ બૅચલર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં તેણે પોતાની ગર્લ-ગૅન્ગ સાથે ખૂબ ધમાલ કરી હતી. એની એક ક્લિપ પણ તેણે શૅર કરી હતી. તેણે વાઇટ સિલ્ક શર્ટ પહેર્યું છે અને એની પાછળ ‘બ્રાઇડ’ લખાયું છે. તો માથા પર તેણે ‘બ્રાઇડ’ લખેલું બૅન્ડ પહેર્યું છે. એની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસિકાએ કૅપ્શન આપી હતી, ‘બેસ્ટ બૅચલરેટ એવર. સારા ફ્રેન્ડ્સ મળવાથી નસીબદાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK