Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હંસિકા મોટવાણીએ સોશ્યલ મીડિયા પરથી લગ્નની તસવીરો હટાવી

હંસિકા મોટવાણીએ સોશ્યલ મીડિયા પરથી લગ્નની તસવીરો હટાવી

Published : 05 August, 2025 07:41 AM | Modified : 05 August, 2025 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હંસિકા મોટવાણી અને તેનો પતિ સોહેલ ખતુરિયા ડિવૉર્સ લેવાનાં છે

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી


છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે હંસિકા મોટવાણી અને તેનો પતિ સોહેલ ખતુરિયા ડિવૉર્સ લેવાનાં છે, પણ આ મામલે કોઈએ સ્પષ્ટતા નથી કરી. હવે છૂટાછેડાની ચર્ચા વચ્ચે હંસિકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી પતિ સોહેલ સાથેના ફોટો ડિલીટ કે આર્કાઇવ કરી દીધા છે. તેણે પોતાનાં લગ્નના ફોટો પણ દૂર કરી દીધા છે. એક રિપોર્ટ પ્રમાણે હાલમાં હંસિકા અને સોહેલ અલગ રહી રહ્યાં છે. હંસિકાએ તેની મમ્મી સાથે રહેવાનું શરૂ કર્યું છે, જ્યારે સોહેલ તેના પેરન્ટ્સ સાથે શિફ્ટ થઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે ૨૦૨૨માં ડિસેમ્બરમાં જ્યારે હંસિકા અને સોહેલનાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં આ દંપતી સોહેલના પરિવાર સાથે રહેતું હતું. જોકે મોટા પરિવાર સાથે ઍડ્જસ્ટ થવું મુશ્કેલ હતું એટલે પછીથી તેઓ એ જ બિલ્ડિંગમાં અલગ ફ્લૅટમાં શિફ્ટ થઈ ગયાં. જોકે અલગ રહેવા પછી પણ બન્ને વચ્ચેની સમસ્યાઓનો અંત નથી આવ્યો. જોકે છૂટાછેડાના સમાચાર પર અત્યાર સુધી બન્ને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK