ફારાહ ખાન કુંદરે તેનાં લગ્નનાં સંગીતના ફંક્શનનો જૂનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં ફારાહ, રાની મુખરજી અને પ્રિયંકા ચોપડા જોનસ ડાન્સ કરતાં દેખાય છે.
ડ્રન્ક દુલ્હન
ફારાહ ખાન કુંદરે તેનાં લગ્નનાં સંગીતના ફંક્શનનો જૂનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં ફારાહ, રાની મુખરજી અને પ્રિયંકા ચોપડા જોનસ ડાન્સ કરતાં દેખાય છે. ફારાહના હાથમાં મેંદી ને બંગડીઓ હતાં અને હેવી ઇઅર-રિંગ્સ પહેરી હતી. ૨૦૦૪માં ફારાહે શિરીષ કુંદર સાથે લગ્ન કર્યાં હતાં. ફારાહ અને શિરીષ પહેલી વખત શાહરુખની ફિલ્મ ‘મૈં હૂં ના’ના સેટ પર મળ્યાં હતાં. લગ્નજીવન દરમ્યાન ફારાહે ૨૦૦૮માં ટ્રિપ્લેટ્સને જન્મ આપ્યો હતો. સંગીત સેરેમનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી, ‘ડ્રન્ક દુલ્હન તેના જ સંગીતમાં પ્રિયંકા અને રાની સાથે ડાન્સ કરી રહી છે. મારો દુપટ્ટો, નેકલેસ અને હેર એક્સટેન્શન પણ ગુમ થઈ ગયાં હતાં.’


