સૈયારાની સફળતા પછી પહેલી વખત જાહેરમાં જોવા મળેલી અનીત પડ્ડાનું વર્તન જોઈને ફૅન્સ કન્ફ્યુઝ
અનીત પડ્ડા
‘સૈયારા’સ્ટાર અનીત પડ્ડા અત્યારે તેની ફિલ્મની સફળતાનો સ્વાદ માણી રહી છે. આ ફિલ્મની અણધારી સફળતા બાદ અનીત બુધવારે પહેલી વાર જાહેરમાં એક સૅલોંની બહાર જોવા મળી હતી, પણ તેણે પોતાનો ચહેરો માસ્કથી છુપાવેલો હતો. જોકે તે સૅલોંની બહાર નીકળી ત્યારે બહાર ફોટોગ્રાફર્સ અને ફૅન્સની ભીડ જોઈને ચોંકી ગઈ હતી અને ચહેરા પર વિચિત્ર એક્સપ્રેશન આવી ગયાં હતાં. આ સમયે અનીતે ફોટોગ્રાફર્સની અવગણના તો કરી જ હતી, પણ એક નાનકડા ફૅનની સેલ્ફી લેવાની વિનંતી પણ નકારી દીધી હતી. અનીતના આ વર્તનનો વિડિયો વાઇરલ થયા બાદ સોશ્યલ મીડિયામાં તેના વર્તન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનીતના કેટલાક ફૅન્સ તેને શરમાળ ગણાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સને તે ઘમંડી લાગી રહી છે.


