Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેક પેઢીએ અને ખાસ કરીને બાળકોએ ‘આદિપુરુષ’ જોવી જોઈએ : ક્રિતી સૅનન

દરેક પેઢીએ અને ખાસ કરીને બાળકોએ ‘આદિપુરુષ’ જોવી જોઈએ : ક્રિતી સૅનન

29 May, 2023 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીતાનો રોલ કરવાની તક ઍક્ટરની લાઇફમાં વારંવાર નથી આવતી : ક્રિતી સૅનન

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનને જણાવ્યું છે કે દરેક પેઢીએ અને ખાસ કરીને બાળકોએ તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ જોવી જોઈએ. આ ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને બાળકોને દેખાડવા વિશે ક્રિતી સૅનને કહ્યું કે ‘આ ખૂબ સ્પેશ્યલ ફિલ્મ છે અને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી એટલે હું નસીબદાર છું. આ આપણી સંસ્કૃતિ અને ​ઇતિહાસનો સૌથી અગત્યનો ભાગ છે. દરેક પેઢીએ ખાસ કરીને બાળકોએ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. બાળપણમાં આપણી મમ્મીઓ અને દાદી-નાની પાસેથી રામાયણ અને મહાભારતની કથા સાંભળતા આવ્યા છીએ. જોકે મારું માનવું છે કે વિઝન મેમરીની આજની પેઢી પર અલગ છાપ હશે. ઘણા સમયથી આપણે આવી સ્ટોરી મોટી સ્ક્રીન પર નહોતી જોઈ. આ પહેલી વખત 3Dમાં જોવા મળશે. ફિલ્મની પાવનતાને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવી છે અને એ બાળકો તથા આજના યુવાનોને જોડશે.’

ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ થયું છે. એ વિશે ક્રિતીએ કહ્યું કે ‘આ ફિલ્મના ટ્રેલરને અને પહેલા ગીત ‘જય શ્રી રામ’ને લોકોનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મનું બીજું ગીત ‘રામ સિયા રામ’ આજે રિલીઝ કરવામાં આવશે. હું એ ટ્રૅકની પાછળ ઘેલી બની છું. લોકો એ ગીતને શું પ્રતિક્રિયા આપે છે એ જાણવા માટે આતુર છું.’ 



ક્રિતી સૅનનનું માનવુ છે કે સીતાનો રોલ કરવાની તક ઍક્ટરની લાઇફમાં વારંવાર નથી આવતી. ક્રિતી ‘આદિપુરુષ’માં સીતાના રોલમાં જોવા મળવાની છે. તેની સાથે પ્રભાસ રામના રોલમાં, લંકેશના રોલમાં સૈફ અલી ખાન અને લક્ષ્મણના રોલમાં સની સિંહ દેખાશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. સીતાની ભૂમિકા વિશે ક્રિતીએ કહ્યું કે ‘આ ખરેખર પડકારજનક રોલ હતો અને સીતાજીનો રોલ ભજવતી વખતે અતિશય જવાબદારી હતી કે એને ન્યાય આપી શકું. સીતા જેવું પાત્ર ભજવવાની તક ઍક્ટરની લાઇફમાં વારંવાર નથી આવતી.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK