ફરહાન અખ્તરની ‘ડૉન 3’ લાંબા સમયથી ચર્ચામાં છે. પહેલાં રણવીર સિંહ આ ફિલ્મમાં ડૉનનો લીડ રોલ ભજવવાનો હતો, પણ ‘ધુરંધર’ની સફળતા પછી તેણે ફિલ્મ છોડી દીધી છે. એ સિવાય કિઆરા અડવાણી અને વિક્રાન્ત મેસી પણ પોતાના પર્સનલ કારણસર આ પ્રોજેક્ટ છોડી ચૂક્યાં છે.
ડૉન 3માં વિક્રાન્ત મેસીને બદલે વિલન બનશે રજત બેદી?
ફરહાન અખ્તરની ‘ડૉન 3’ લાંબા સમયથી ચર્ચામાં છે. પહેલાં રણવીર સિંહ આ ફિલ્મમાં ડૉનનો લીડ રોલ ભજવવાનો હતો, પણ ‘ધુરંધર’ની સફળતા પછી તેણે ફિલ્મ છોડી દીધી છે. એ સિવાય કિઆરા અડવાણી અને વિક્રાન્ત મેસી પણ પોતાના પર્સનલ કારણસર આ પ્રોજેક્ટ છોડી ચૂક્યાં છે. હવે રિપોર્ટ છે કે વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર રજત બેદીને હવે વિક્રાન્તની જગ્યાએ વિલન બનવાની ઑફર કરવામાં આવી છે. એ વિશે રજત અને ફરહાન વચ્ચે વાતચીત થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે વિક્રાન્તે રોલમાં ઊંડાણ ન હોવાની સમસ્યાને કારણે ફિલ્મ છોડી દીધી હતી. રિપોર્ટ્સમાં આ રોલ માટે આદિત્ય રૉય કપૂર અને વિજય દેવરકોંડાનાં નામ પણ આવ્યાં હતાં, પરંતુ કોઈ કન્ફર્મેશન નથી મળ્યું. આ ફિલ્મમાં રણવીર સિંહને બદલે લીડ રોલમાં હૃતિક રોશનને સાઇન કરવામાં આવશે એવી ચર્ચા છે.


