‘દૃશ્યમ 2’ જોયા બાદ લોકોમાં એની વધુ સીક્વલ જોવાની ઇચ્છા જાગી છે
ફાઇલ તસવીર
ડિરેક્ટર અભિષેક પાઠકે ‘દૃશ્યમ 3’ બનાવવાની માહિતી આપી છે. તેનું કહેવું છે કે તે ‘દૃશ્યમ 3’ ચોક્કસ બનાવશે. ‘દૃશ્યમ 2’ જોયા બાદ લોકોમાં એની વધુ સીક્વલ જોવાની ઇચ્છા જાગી છે. એને લઈને અભિષેક પાઠકે કહ્યું કે ‘લોકો ખૂબ એક્સાઇટેડ છે એથી તેઓ 3 અને 4ને લઈને વિવિધ થિયરી બનાવવા લાગ્યા છે. અમે તો હાલમાં જ હજી એક અઠવાડિયું પસાર કર્યું છે. ત્રીજા પાર્ટને લઈને ડિમાન્ડ વધવા લાગી છે અને અમે ચોક્કસ બનાવીશું. હાલમાં તો ફિલ્મે ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે એની અમને ખુશી છે. અમને જ્યારે સમય મળશે ત્યારે અમે એના આગળના પાર્ટ વિશે વિચારીશું, પરંતુ હાલમાં તો અમે ફિલ્મને લઈને જે ફીડબૅક મળી રહ્યાં છે અને એન્જૉય કરી રહ્યા છીએ.’


