સર્જનાત્મક મતભેદોને કારણે ઍક્ટરે આ નિર્ણય લીધો. જોકે આ મામલે દિલજિતે કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ તેના ફૅન્સ આ નિર્ણયથી ખુશ થયા છે, કારણ કે મોટા ભાગના ફૅન્સને લાગે છે કે દિલજિતની પર્સનાલિટી આવી ફિલ્મોમાં સૂટ નથી થતી.
દિલજિત દોસાંઝ
ફિલ્મમેકર બોની કપૂર હાલમાં ‘નો એન્ટ્રી’ની સીક્વલ ‘નો એન્ટ્રી 2’ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રો માટે અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજિત દોસાંઝને સાઇન કરવામાં આવ્યા હતા. જોકે હવે માહિતી મળી છે કે દિલજિતે નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે ‘નો એન્ટ્રી’ની સીક્વલમાં કામ કરવાની ના પાડી દીધી છે. આ સ્થિતિમાં નિર્માતાઓ દિલજિતને બદલે બીજા અભિનેતાને લેવાની યોજના બનાવી રહ્યા છે.
આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘દિલજિત પહેલાં તો વરુણ ધવન અને અર્જુન કપૂર સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહી હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મના ક્રીએટિવ ઇન્પુટ્સ સાથે સંમત ન થઈ શક્યો. આથી તેણે સર્જનાત્મક મતભેદોને કારણે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો છે.’
જોકે આ મામલે દિલજિતે કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ તેના ફૅન્સ આ નિર્ણયથી ખુશ થયા છે, કારણ કે મોટા ભાગના ફૅન્સને લાગે છે કે દિલજિતની પર્સનાલિટી આવી ફિલ્મોમાં સૂટ નથી થતી.
‘નો એન્ટ્રી’નું ડિરેક્શન અનીસ બઝમી અને નિર્માણ બોની કપૂર કરી રહ્યા છે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયાને એક મહત્ત્વના રોલ માટે સાઇન કરવામાં આવી છે.

