Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇવસી નામની પણ કંઈક વસ્તુ હોય છે : દિલજિત

પ્રાઇવસી નામની પણ કંઈક વસ્તુ હોય છે : દિલજિત

09 June, 2023 12:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેલર સ્વિફ્ટ સાથે ટચી થઈ રહ્યો છે અને તેને ડેટ કરી રહ્યો હોવાની અફવા વિશે તેણે આવું કહ્યું

દિલજિત દોસંજ અને  ટેલર સ્વિફ્ટ

દિલજિત દોસંજ અને ટેલર સ્વિફ્ટ


દિલજિત દોસંજે હાલમાં જ એક સમાચારને લઈને હળવી મસ્તી કરી છે. એક એવા સમાચાર વહેતા થયા છે કે તે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટને વૅનકુવરમાં એક રેસ્ટોરાંમાં મળ્યો હતો અને તેની સાથે ખૂબ જ ટચી થઈ રહ્યો હતો. તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે આ તમામ સમાચારને તેણે મજાકમાં કાઢી નાખ્યા છે. તેઓ સોમવારે રાતે વૅનકુવરમાં કૅક્ટસ ક્લબ કૅફે કોલ હાર્બરમાં ડિનર કરી રહ્યાં હોવાની ચર્ચા હતી. ઘણાબધા સોર્સે એ વાતને પુષ્ટિ આપી હતી કે તેઓ ખૂબ જ હસી રહ્યાં હતાં અને એકમેકને ટચ પણ કરી રહ્યાં હતાં. આ સમાચારને લઈને મસ્તીમાં દિલજતે કહ્યું કે ‘યાર પ્રાઇવસી નામ દી વી કોઈ ચીઝ હૌંદી હૈ.’ જોકે તેણે મસ્તીમાં જે ટ્વીટ કર્યું હતું એને હવે તેણે ડિલીટ કરી દીધું છે, પરંતુ એનો સ્ક્રીનશૉટ વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2023 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK