આ ફિલ્મમાં અક્ષયનો એન્ટ્રી વખતનો ડાન્સ લોકોને બહુ પસંદ પડ્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતના રોલમાં શાનદાર ઍક્ટિંગ કરીને બધાનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મમાં અક્ષયનો એન્ટ્રી વખતનો ડાન્સ લોકોને બહુ પસંદ પડ્યો છે. ખાસ વાત તો એ છે કે આ ડાન્સ કોઈ કોરિયોગ્રાફર દ્વારા તૈયાર કરાયેલો નથી. અક્ષય ખન્નાએ શૂટિંગ દરમ્યાન એ પોતાની રીતે કર્યો હતો અને હવે એ દર્શકોનો ફેવરિટ બની ગયો છે. જોકે સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે અક્ષયે ડાન્સનાં સ્ટેપ્સ તેના પપ્પા વિનોદ ખન્નાએ ૩૬ વર્ષ પહેલાં પાકિસ્તાનમાં લાહોરમાં એક ચૅરિટી-ઇવેન્ટમાં કરેલાં ડાન્સ-સ્ટેપ્સની કૉપી છે. સોશ્યલ મીડિયામાં વિનોદ ખન્નાના જૂના ડાન્સનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તેની સાથે કેટલાક પાકિસ્તાની ક્રિકેટર્સ પણ જોવા મળ્યા છે. અક્ષયે આ ડાન્સ-સ્ટેપ્સને ‘ધુરંધર’માં રિપીટ કર્યાં છે.


